Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગંભીર બિમારીના શિકાર બન્યા અનિલ કપૂર, ઈલાજ માટે જશે જર્મની

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અને સૌથી ફિટ કલાકાર અનિલ કપૂરના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે.

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અને સૌથી ફિટ કલાકાર અનિલ કપૂરના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. વાસ્તવમાં 62 વર્ષીય અભિનેતા અનિલ કપૂરને ખભાની એક ગંભીર બિમારી છે જેનો ખુલાસો તેમણે પોતે કર્યો છે. અનિલ કપૂરે જણાવ્યુ કે તેમને શોલ્ડરમાં કેલ્સિફિકેશનની સમસ્યા છે. જેના ઈલાજ માટે તે બહુ જલ્દી જર્મની જવાના છે. તમને જણાવી દઈએ કે અનિલ કપૂર હાલમાં પોતાની આવનારી ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'ના પ્રમોશનમાં બિઝી છે. આ ફિલ્મ 1 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

છેલ્લા એક-બે વર્ષોથી છે પીડિત

છેલ્લા એક-બે વર્ષોથી છે પીડિત

અંગ્રેજી વેબસાઈટ મિડ-ડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાની બિમારી વિશે વાત કરતા અનિલ કપૂરે જણાવ્યુ કે તેમના ખભામાં કેલ્શિયમ જમા થઈ ગયુ છે. આના કારણે તેમને દુઃખાવો રહે છે. તે બહુ જલ્દી જર્મની માટે રવાના થશે અને ત્યાં જઈને આ બિમારીનો ઈલાજ કરાવશે. અનિલ કપૂરે જણાવ્યુ, હું છેલ્લા એક-બે વર્ષોથી આ બિમારીથી પરેશાન છુ. મારા ખભા પર થોડુ કેલ્સિફિકેશન (ખભા પત્થર જેવા કડક થઈ જવા) છે એટલા માટે એપ્રિલમાં જર્મનીના ડૉ.મુલર પાસે એક અપોઈન્ટમેન્ટ લીધી છે. જર્મની જઈને હું તેને ઈલાજ કરાવીશ.

શું છે તે બિમારી, જે અનિલ કપૂરને થઈ

શું છે તે બિમારી, જે અનિલ કપૂરને થઈ

અનિલ કપૂરને જે બિમારી થઈ છે તેનુ નામ કેલ્સિફિકેશન ઓફ શોલ્ડર છે. આ બિમારીમાં શરીરના ટિશ્યુ, ધમનીઓ કે કોઈ અંગમાં કેલ્શિયમ જમા થઈ જાય છે. આ વિશે ડૉક્ટરોનું કહેવુ છે કે માનવ શરીર કેલ્શિયમનો 99 ટકા ભાગ હાડકા અને દાંતોમાં હોય છે માત્ર એક ટકા જ માંસપેશીઓ, કોશિકાઓ, ટિશ્યુ અને લોહીમાં હોય છે. કોઈ ડિસઓર્ડરના કારણે ક્યારેક ક્યારેક શરીરના કોઈ ભાગમાં વધુ કેલ્શિયમ ભેગુ થઈ જાય છે. જે આગળ વધીને કેલ્સિફિકેશનની સમસ્યાનું રૂપ ધારણ કરી લે છે. વધુ કેલ્શિયલ જમા થવાના કારણે તે ભાગ કડક થઈ જાય છે અને તેમાં દુઃખાવો રહે છે.

સોનમ સાથે કામ કરવાની ઈચ્છા પૂરી થઈ

સોનમ સાથે કામ કરવાની ઈચ્છા પૂરી થઈ

તમને જણાવી દઈએ કે એક ફેબ્રુઆરીએ અનિલ કપૂરની ફિલ્મ એક લડકી કો દેખા તો એસા લગા રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પુત્રી સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં આ બંને ઉપરાંત રાજકુમાર રાવ અને જૂહી ચાવલા પણ છે. અનિલ કપૂરે જણાવ્યુ કે તેમની લાંબા સમયથી ઈચ્છા પૂરી થઈ. ફિલ્મના પ્રમોશન માટે હાલમાં જ અનિલ કપૂર આખી સ્ટારકાસ્ટ સાથે કપિલ શર્માના શોમાં પણ ગયા હતા. આ ઉપરાંત તેમની વધુ એક ફિલ્મ ટોટલ ધમાલ પણ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેમના ઉપરાંત રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી, અજય દેવગણ, માધુરી દીક્ષિત અને ઈશા ગુપ્તા છે.

પીએમ સાથે મુલાકાત કરીને કરી પ્રશંસા

પીએમ સાથે મુલાકાત કરીને કરી પ્રશંસા

હાલમાં જ અનિલ કપૂર એ વખતે સમાચારોમાં આવ્યા હતા જ્યારે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે મુલાકાત બાદ અનિલ કપૂરે કહ્યુ, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવુ સૈભાગ્યપૂર્ણ રહ્યુ. એક એવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ જે રાષ્ટ્ર માટે આટલુ કરી રહ્યા છે. હું છેલ્લા ઘણા વર્ષોથી તેમને મળવા ઈચ્છતો હતો પરંતુ તે બની શક્યુ નહોતુ. મારા મતે અમુક મુલાકાતો નક્કી હોય છે.' અમુક મહિના પહેલા પણ દેવ દિવાળી મનાવવા વારાણસી ગયેલા અનિલ કપૂરે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે શહેર વિકાસ કરી રહ્યુ છે અને તેમનો અનુભવ શાનદાર રહ્યો. ઘાટ સુધી આવનારા રસ્તા સુંદર અને સુરક્ષિત થઈ ગયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X