કિરણ કુમારને થયો કોરોના પોઝિટિવ, પાછલા 10 દિવસથી ક્વોરેન્ટાઇન છે
કિરણ કુમારને થયો કોરોના પોઝિટિવ, પાછલા 10 દિવસથી ક્વોરેન્ટાઇન છે
મુંબઈઃ આખી દુનિયા હાલ કોરોના વાયરસ સાથે જંગ લડી રહી છે, તમામ કોશિશો છતાં તેનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો, ભારતમાં પણ કોરોનાના દર્દીમાં પાછલા દિવસોમાં તેજીથી વધારો થયો છે, અહીં સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 125101 થઈ ગઈ છે, દુનિયામાં સૌથી વધુ નવા મામલા જે દેશમાં આવ્યા છે તેમાં અમેરિકા, રશિયા અને બ્રાઝીલ બાદ ભારતનો નંબર આવે છે. ભારતમાં કોરોનાના સૌથી વધુ મામલા મહારાષ્ટ્રથી સામે આવ્યા છે.

એક્ટર કિરણ કુમારને થયો કોરોના
ત્યારે અહેવાલ આવ્યા છે કે બોલીવુડના જાણીતા એક્ટર કિરણ કુમારને પણ કોરોનાએ પોતાના લપેટામાં લઈ લીધા છે, તેઓ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, આ વિશે કિરણ કુમારે ખુદ મીડિયાને જણાવ્યું છે કે ગત 14 મેના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે બાદથી તેઓ પોતાના ઘરે ક્વોરેન્ટાઇન છે, તેમનો આગામી કોવિડ 19 ટેસ્ટ 25 મેના રોજ થશે.

10 દિવસથી ઘરે ક્વોરેન્ટાઇન છે
કિરણ કુમારે કહ્યું કે તેમના ઘરે બે ફ્લોર છે, તેમની પત્ની અને બળકો પહેલા માળ પર રહે છે અને તેમણે ખુદને ઉપરના ફ્લોરે આઈસલેટ કરી રાખ્યા છે. પરિવાર સાથે ફોન પર વાત થાય છે, કિરણ કુમારે કહ્ુયં કે મુશ્કેલ સમય છે પરંતુ બધાએ હાલ સકારાત્મક રહેવાની જરૂરત છે, કિરણ કુમારે કહ્યું કે તેમને ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં સમસ્યા નથી થઈ રહી, તેમને બોલવામાં અને ચાલવામાં પણ સમસ્યા નહોતી થઈ રહી પરંતુ તેમણે પોતાનો એક ટેસ્ટ કરાવ્યો તો તેમને કોરોના હોવાનું માલૂમ પડ્યું.

મશહૂર એક્ટર જીવન કુમારનો દીકરો છે કિરણ કુમાર
જણાવી દઈએ કે હિન્દી ફિલ્મોના જાણીતા દિવંગત કલાકાર જીવન કુમારના દીકરા કિરણ કુમારે પતાના કરિયરમાં પહેલી ફિલ્મ ખ્વાજા અહમદ અબ્બાસની 'દો બુંદ પાની'ની હતી પરંતુ તેમને ખલનાયકની ભૂમિકાથી ઓળખ મળી, ફિલ્મ ખુદગર્જ, તેજાબ, અને ખુદા ગવાહ જેવી ફિલ્મોએ તેમના કરિયરને નવ વળાંક આપ્યો, કિરણે મરાઠી, હિન્દી, ગુજરાત અને ભોજપુરી સિનેમામાં હિરો તરીકે અને ખલનાયક તરીકે ભૂમિકા નિભાવી છે. હાલ તેઓ ટીવી પર પણ સક્રિય છે.

કેટલીય ફિલ્મોના સ્ટાર્સ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે
જણાવી દઈએ કે કિરણ કુમાર પહેલા ગાયિકા કનિકા કપૂર, જોયા મરાની, તેમની બહેન શાજા મોરાની અને તેમના પિતા કરીમ મોરાની પણ આ મહામારીનો શિકાર થઈ ચૂક્યા છે, અભિનેતા પૂરબ કોહલી પણ કરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જો કે આ બધા કલાકર હવે સ્વસ્થ છે, આ ઉપરાંત ઘણા બધા ફિલ્મી અને ટીવી કલાકાર એવા છે જેમના ઘર કામ કરનાર લોકોમાં કરોના મળી આવ્યો છે.












Click it and Unblock the Notifications
