હવે સલમાન ખાને પૂરી કરી ‘બૉટલ કેપ ચેલેન્જ', ફની અંદાજમાં આપ્યો મેસેજ

ઈન્ડસ્ટ્રીના દબંગ ખાન સલમાન ખાને એક શાનદાર મેસેજ સાથે ‘બૉટલ કેપ ચેલેન્જ' પૂરી કરી છે.

સોશિયલ મીડિયા પર છેલ્લા અમુક દિવસોથી વાયરલ થઈ રહેલ #BottleCapChallenge નો ખુમાર હે બોલિવુડની હસ્તીઓ પર ચઢી ગયો છે. બોલિવુડમાં અક્ષય કુમારથી લઈને ટાઈગર શ્રોફ સુધી ઘણા સ્ટાર પોત પોતાના અનોખા અંદાજમાં આ ચેલેન્જ પૂરી કરી ચૂક્યા છે. હવે ઈન્ડસ્ટ્રીના દબંગ ખાન સલમાન ખાને એક શાનદાર મેસેજ સાથે 'બૉટલ કેપ ચેલેન્જ' પૂરી કરી છે. સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આનો એક વીડિયો શેર કર્યો છે.

શર્ટલેસ સલમાને જિમમાં ચેલેન્જ સ્વીકારી

શર્ટલેસ સલમાને જિમમાં ચેલેન્જ સ્વીકારી

આ વીડિયોમાં શર્ટલેસ સલમાન જિમમાં ચેલેન્જ એક્સેપ્ટ કરે છે. વીડિયોમાં બોટલ પાસે આવે છે અને સુલતાન સ્ટાઈલમાં હાથ જોડીને ભગવાનને યાદ કરે છે અને બોટલમાં એક ફૂંક મારે છે ત્યારબાદ બોટલનું ઢાંકણુ નીચે પડે છે. સલમાન પાણી બોટલ લઈને બધુ પાણી પી જાય છે. વીડિયો શેર કરીને સલમાને લખ્યુ, ‘ડોન્ટ થકાઓ પાની બચાઓ'. અર્થ સ્પષ્ટ છે કે સલમાન પોતાના આ વીડિયો દ્વારા લોકોને પાણી બચાવોનો સંદેશ આપી રહ્યા છે.

ઘણા એક્ટર્સ લઈ ચૂક્યા છે આ ચેલેન્જ

સલમાન ખાનથી પહેલા સુષ્મિતા સેન, ટાઈગર શ્રોફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત ઘણી સેલિબ્રિટીઝ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી ચૂક્યા છે. બોલિવુડમાં આ ચેલેન્જની શરૂઆત અક્ષય કારે કરી હતી જેમણે આ હોલિવુડ એક્ટર જેસન સ્ટેથમથી ઈંસ્પાયર થઈને કરી હતી. આ ચેલેન્જ હેઠળ જ્યાં એક તરફ વિદ્યુત જામવાલે ત્રણ બોટલોને એક જ વારમાં અનકેપ્ડ કરી ત્યાં કુણાલ ખેમુએ કૉમેડી અંદાજમાં આને કર્યુ હતુ.

સલમાન ખાન હાલમાં ફિલ્મ ‘દબંગ 3'ના શૂટિંગમાં વ્યસ્ત છે

સલમાન ખાન હાલમાં ફિલ્મ ‘દબંગ 3'ના શૂટિંગમાં વ્યસ્ત છે

સલમાન ખાન હાલમાં સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ જોવા મળે છે. સલમાને શનિવારે પોતાનો એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે. આ સાથે તેમણે લખ્યુ, ‘જિંદગી બ્લેક એન્ડ વ્હાઈટ હતી, હા કે ના, સાચી કે ખોટી હતી. બધુ કાચની જેમ સ્પષ્ટ હતુ. હવે કદાચ આ ગ્રે છે. કદાચ કોઈ પરવા નથી કરતુ. હે ને? નૈતિકતા અને નિયમો ઝિંદાબાદ.' તમને જણાવી દઈએ કે સલમાન ખાન હાલમાં ફિલ્મ ‘દબંગ 3'ના શૂટિંગમાં વ્યસ્ત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X