• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાંધાજનક ટિપ્પણી બાદ અભિનેતા સિદ્ધાર્થે સાઈના નહેવાલની માંગી માફી, ટ્વિટ આવ્યુ સામે!

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેતા સિદ્ધાર્થ અને બેડમિન્ટન પ્લેયર સાઈના નહેવાલ વિશે સમાચારો થોડા દિવસથી ચર્ચામાં છે અને આ બધુ ત્યારથી જોવા મળ્યુ હતુ જ્યારથી સિદ્ધાર્થે સાઈના નહેવાલ માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સાઈના નહેવાલ સામે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવાને લઈને હવે સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર માફી માંગી છે. તેમનુ કહેવુ છે કે તેણે કોઈ ખોટી માનસિકતા સાથે એ વાત નહોતી લખી.

સિદ્ધાર્થે ટ્વિટ કરીને એક નોટ પોસ્ટ કરી છે. આમાં અભિનેતાએ લખ્યુ છે, 'પ્રિય સાઈના, હું થોડા દિવસો પહેલા તમારા એક ટ્વિટના જવાબ તરીકે લખાયેલા મારા અશિષ્ટ મજાક માટે તમારી માફી માંગવા માંગુ છુ. હું ઘણી વસ્તુઓ પર તમારાથી અસંમત હોઈ શકુ છુ પરંતુ જ્યારે હું તમારુ ટ્વિટ વાંચુ છુ તો મને નિરાશા કે ગુસ્સો પણ આવે છે. મારી રીત અને શબ્દોને હું યોગ્ય નથી ગણાવી શકતો. મને ખબર છે કે મારા પર તેનાથી વધુ કૃપા છે.'

એમ કહીને કે તેમના વર્ડ પ્લે એન્ડ હ્યુમરનો કોઈ દૂર્ભાવનાપૂર્ણ ઈરાદો નહોતો અભિનેતાએ લખ્યુ કે, 'હું એક કટ્ટર નારીવાદી સહયોગી છુ અને હું તમને વિશ્વાસ અપાવુ છુ કે મારા ટ્વિટમાં કોઈ લિંગ ગર્ભિત નહોતી અને નિશ્ચિત રીતે તમારા પર હુમલો કરવાનો કોઈ ઈરાદો નહોતો. તમે હંમેશા મારા ચેમ્પિયન રહેશો.' સિદ્ધાર્થની આ પોસ્ટ ઘણી ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થે પોતાના જૂના ટ્વિટમાં સાઈના નહેવાલ માટે લખીને તેમની રિહાના કહીને બોલાવ્યા હતા. ખરાબ રીતે ટ્રોલ થયા બાદ તેણે સાઈનાની માફી માંગી છે.

English summary
Actor Siddharth apologizes to Saina Nehwal after objectionable remark, tweet viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X