Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Shocking: બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપુતે ફાંસી લગાવી આપઘાત કર્યો

Shocking: બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપુતે ફાંસી લગાવી આપઘાત કર્યો

બૉલીવુડથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મશહૂર એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ઘરે ફાંસી લગાવી આપઘાત કરી લીધો છે. હજી સુધી તેમના આ ફેસલા વિશે કંઈ જાણી શકાયું નથી. સુશાંત સિંહ બૉલીવુડના બહુ લોકપ્રિય એક્ટર હતા. તેમણે પોતાના કરિયરની શરૂઆત ટીવી એક્ટર તરીકે કરી હતી. તેમણે સૌથી પહેલા 'કિસ દેશ મેં હૈ મેરા દિલ' નામના સિરિયલમાં કામ કર્યું હતું પરંતુ તેમને એકતા કપૂરના સિરિયલ પવિત્ર રિશ્તાથી ઓળખ મળી. જે બાદ તેમણે ફિલ્મી દુનિયાની સફર ખેડવાની શરૂ કરી. તેઓ ફિલ્મ કાય પો છેમાં લીડ રોલ પર જોવા મળ્યા હતા, તેમના અભિનયના ઘણાં વખાણ પણ થયાં હતાં.

sushant singh suicide

જે બાદ તેઓ શુદ્ધ દેસી રોમાંસમાં વાણી કપૂર અને પરિણીતિ ચોપડા સાથે જોવા મળ્યા. જો તેમણે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીનો રોલ નિભાવી સૌથી વધુ ચર્ચા મેળવી હતી. આ સુશાંતના કરિયરની પહેલી ફિલ્મ હતી જે 100 કરોડનું કલેક્શન કરી શકી હોય. આ ઉપરાંત સુશાંત ફિલ્મ સોનનચિડિયા અને છિછોરે જેવી ફિલ્મો કરી ચૂક્યા હતા. તેમની અંતિમ ફિલ્મ કેદારનાથ હતી જેમાં તેઓ સારા અલી ખાન સાથે જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયમાં બૉલીવુડના કેટલાય દિગ્ગજ કલાકારોએ આ દુનિયાને અલવિદા કહી છે. એપ્રિલમાં ઈરફાન ખાન અને ઋષિ કપૂર જેવા લેજેન્ડરી કલાકારોના નિધન થયાં હતાં. હાલમાં જ સિંગર અને મ્યૂજિક કંપોજર વાદિક ખાનનું 42 વર્ષની ઉંમરે નિધન થયું હતું. આ ઉપરાંત પાછલા મહિને વરિષ્ઠ સંગીતકાર યોગેશ ગૌર પણ આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X