વિવેક ઓબેરોયને મળી જાનથી મારી નાખવાની ધમકી

છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં ચાલી રહેલા અભિનેતા વિવેક ઓબેરોયને લઈને એક મોટી ખબર આવી રહી છે. હકીકતમાં, વિવેકને જાનથી મારી નાખવાની ધમકી મળી છે

છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં ચાલી રહેલા અભિનેતા વિવેક ઓબેરોયને લઈને એક મોટી ખબર આવી રહી છે. હકીકતમાં, વિવેકને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેની માહિતી ખુફિયા એજન્સીઓ પાસેથી મળી છે. આ પછી, પોલીસ તેમના ઘરની બહાર તૈનાત કરાઈ છે. વિવેક ઓબેરોય મૂવી પીએમ મોદી બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અને આ ફિલ્મ 24 મી મેના દિવસે એટલે કે કાલે રિલીઝ થઈ રહી છે.

વિવેક ઓબેરોય તેમની ફિલ્મ ચૂંટણી પહેલાં રિલીઝ કરવા માંગતા હતા પરંતુ ચૂંટણી પંચે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત, એક ટ્વીટને લઈને પણ વિવેક ઓબેરોય વિવાદમાં છે. થોડા દિવસ પહેલા તે ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, સલમાન ખાન અને તેમના એક મીમને શેર કરીને વિવાદમાં ફસાઈ ગયા. તેના માટે, તેમને ફિલ્મ ઉદ્યોગના ઘણા લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો: બૉલીવુડ પર ભડક્યો વિવેક, કહ્યું- પીએમ સાથે સેલ્ફી લો છો પણ ફિલ્મને સપોર્ટ નથી કરતા

મહારાષ્ટ્ર મહિલા કમિશન દ્વારા તેમને નોટિસ પણ આપવામાં આવી હતી. જેના પછી તેમને ટ્વીટ ડીલીટ કરી માફી માંગવી પડી હતી. જુઓ વિવેક કયા વિવાદો અંગે ચર્ચામાં છે.

વિવાદોમાં અભિનેતા

વિવાદોમાં અભિનેતા

અભિનેતા વિવેક ઓબેરોય આ સમયે ઘણા વિવાદોમાં છે, અને તેના કારણે, તેના વિશે ઘણી ખબરો બહાર આવી રહી છે.

ટ્વીટ પર બબાલ

ટ્વીટ પર બબાલ

વિવેક ઓબેરોયે આ ફોટાને ટ્વીટ કર્યો હતો અને તેના પર ઘણી બબાલ થઇ છે.

આપ્યો ઠપકો

આપ્યો ઠપકો

આ પોસ્ટ સામે આવ્યા પછી ઘણા સેલિબ્રિટીઓએ તેમને ઠપકો આપ્યો હતો.

મહિલા કમિશનની નોટિસ

મહિલા કમિશનની નોટિસ

ટ્વીટ્સ પછી મહિલા કમિશને તેમને એક નોટિસ મોકલી, જેના પછી તેમને ટ્વીટ ડીલીટ કરી માફી માંગવી પડી હતી.

મોદી બાયોપિક

મોદી બાયોપિક

તેઓ પીએમ મોદી બાયોપિક ફિલ્મને લઈને ચર્ચામાં છે અને ફિલ્મ 24 મી મેના રોજ રિલીઝ થઈ રહી છે.

પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો

પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો

આ ફિલ્મ પર ચૂંટણીના કારણે અત્યાર સુધી પ્રતિબંધિત મુકવામાં આવ્યો હતો, પરંતુ ફિલ્મ હવે રિલીઝ થવાની તૈયારીમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X