દીપિકા પાદુકોણે પ્રેગ્નેન્સીના સમાચારો પર તોડ્યુ મૌન, કહી આ મોટી વાત

દીપિકાએ પોતાની પ્રેગનન્સી અંગે આવી રહેલા સમાચારો પર પહેલી વાર મૌન તોડ્યુ છે.

બોલિવુડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ પોતાના લગ્ન બાદ સતત મીડિયાની સમાચારોમાં છવાયેલા છે. સમાચારોમાં રહે પણ કેમ નહિ...રણવીર અને દીપિકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલ્સમાંના એક છે અને તેમના લગ્ન વર્ષ 2018ના સૌથી ચર્ચિત લગ્ન રહ્યા. જો કે હાલમાં દીપિકા પોતાના વિશે ઉડી રહેલા એક સમાચાર માટે ચર્ચાઓમાં છે. વાસ્તવમાં તેમના લગ્ન બાદ જ મીડિયામાં સમાચાર આવવા શરૂ થઈ ગયા કે દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે. હવે દીપિકાએ પોતાની પ્રેગનન્સી અંગે આવી રહેલા સમાચારો પર પહેલી વાર મૌન તોડ્યુ છે. એક ઈન્ટરવ્યુમાં પ્રેગનેન્સી અંગે દીપિકાએ ખુલીને વાત કરી છે.

‘ક્યારેક ક્યારેક આવી વાતો સાચી હોય છે'

‘ક્યારેક ક્યારેક આવી વાતો સાચી હોય છે'

ન્યૂઝ વેબસાઈટ પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યુમાં દીપિકા પાદુકોણે કહ્યુ, ‘મને નથી લાગતુ કે આમાં મારે કંઈ પણ ટેકલ કરવાની જરૂર છે. લોકોની નજરોમાં આમ પણ તમે છો એટલા માટે તમારા માટે સતત અટકળો લગાવવામાં આવશે. ક્યારેક ક્યારેક આવી વસ્તુઓ સાચી હોય છે અને લોકો કદાચ બીજુ અનુમાન લગાવી લે છે. કે પછી અમુક વસ્તુઓને તમારા કંઈક કહેતા પહેલા જ માની લે છે અને કયારેક ક્યારેક તે એકદમ ખોટી હોય છે. વાસ્તવમાં અમે જે ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છીએ તે એની પ્રકૃતિ છે. મને નથી લાગતુ કે આનાથી નિપટવા કે ડીલ કરવા જેવુ કંઈ છે.'

જ્યારે થવાનુ હશે ત્યારે થશે

જ્યારે થવાનુ હશે ત્યારે થશે

મીડિયામાં આવી રહેલા પ્રેગનેન્સીના સમાચારો પર દીપિકાએ મૌન તોડતા કહ્યુ, ‘હું માનુ છુ કે જ્યારે થવાનું હશે ત્યારે થશે. અમારા સમાજમાં લગ્ન બાદ મા બનવાની જવાબદારી વધી રહી છે. આવુ મે એ લોકોના મોઢેથી સાંભળ્યુ છે જેમના બાળકો છે. બેશક આવુ કોઈ પોઈન્ટ પર થશે પરંતુ મને લાગે છે કે મહિલાઓને આ સીમામાં રાખવી, એક કપલને આ સીમામાં રાખવા ખોટુ છે. મને લાગે છે કે જે દિવસે આપણે સવાલ પૂછવાનું બંધ કરી દઈશુ તે દિવસે આપણે બદલાવ લાવી શકીશુ.'

‘લાગતુ હતુ કે એ જ મારા બાળકોની મા બનશે'

‘લાગતુ હતુ કે એ જ મારા બાળકોની મા બનશે'

તમને જણાવી દઈએ કે દીપિકા અને રણવીરના લગ્નને એક મહિનાથી વધુ સમય વીત્યા બાદ બંનેના લગ્ન અંગેના સમાચારો સતત આવતા રહે છે. હાલમાં જ ફિલ્મફેરને આપેલા એક ઈન્ટરવ્યુમાં રણવીર કપૂરને જ્યારે પૂછવામાં આવ્યુ કે તમને ક્યારે લાગ્યુ કે તમે અને દીપિકા લગ્ન કરી શકો છો તો રણવીર સિંહે કહ્યુ, ‘અમારા રિલેશનને માત્ર 6 મહિના બાદ જ મને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે દીપિકા જ મારી લાઈફ પાર્ટનર બનશે, તે એટલી પ્રેમાળ અને કેરિંગ છે, જેને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. દીપિકા માત્ર દેખાવમાં જ સુંદર નથી પરંતુ દિલથી પણ ઘણી સુંદર છે. તેણે મને અહેસાસ કરાવી દીધો હતો કે આ એ જ છોકરી છે જે મારી હમસફર બનશે અને મારા બાળકોની મા બનશે.'

લગ્ન બાદ બિઝી થયા રણવીર-દીપિકા

લગ્ન બાદ બિઝી થયા રણવીર-દીપિકા

દીપિકા અને રણવીરે ગયા મહિને 14-15 નવેમ્બરે ઈટલીમાં પરિવારના ખાસ લોકો વચ્ચે લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંનેએ બેંગલુરુ અને મુંબઈમાં પોતાના લગ્નનું રિસેપ્શન પણ આપ્યુ હતુ. લગ્ન બાદ દીપિકા હાલમાં પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. હાલમાં જ દીપિકાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે વર્કઆઉટ કરતી જોવા મળી. વળી, રણવીર પણ પોતાની ફિલ્મ સિંબા માટે સમાચારોમાં છવાયેલા રહ્યા છે. સિંબામાં રણવીર સિંહ એક પોલિસ ઓફિસરની ભૂમિકામાં નિભાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X