રણવીર સાથે લગ્ન બાદ હવે બાકી છે દીપિકાની 3 ઈચ્છાઓ, જાણો શું

રણવીર સિંહ સાથે લગ્ન કર્યા બાદ હવે વર્ષ 2019 અંગે દીપિકા પાદુકોણે પોતાના ત્રણ ઈચ્છાઓ વ્યક્ત કરી છે.

બોલિવુડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ માટે વર્ષ 2018 ઘણી રીતે બહુ ખાસ રહ્યુ. વિવાદો વચ્ચે તેની ફિલ્મ પદ્માવતે બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ કાયમ કર્યા તો 2018માં જ દીપિકાએ પોતાના સપનાના રાજકુમાર એટલે કે રણવીર સિંહ સાથે લગ્ન કર્યા. રણવીર સિંહ સાથે લગ્ન કર્યા બાદ હવે વર્ષ 2019 અંગે દીપિકા પાદુકોણે પોતાના ત્રણ ઈચ્છાઓ વ્યક્ત કરી છે. દીપિકાએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર મેસેજ દ્વારા પોતાની આ ઈચ્છાઓને પોતાના ફેન્સ સાથે શેર કરી છે.

કુશન પર લખી છે 3 સુંદર વાતો

કુશન પર લખી છે 3 સુંદર વાતો

દીપિકા પાદુકોણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ત્રણ કુશન દ્વારા 2019 માટે પોતાની ઈચ્છાઓ કે સંકલ્પ વ્યક્ત કર્યા છે. આ ત્રણ કુશન એક એક શબ્દ લખ્યો છે. પહેલા કુશન પર લખ્યુ છે Well-being એટલે કે બીજાની ભલાઈ, બીજા પર લખ્યુ છે Harmony એટલે કે સદભાવ અને ત્રીજા કુશન પર લખ્યુ છે Unique એટલે કે અનોખુ. કુશન પર લખેલો એક એક શબ્દ પોતાની અંદર ગાઢ અર્થ સમાયેલો છે. આને દીપિકાનું વર્ષ 2019નું રિઝોલ્યુશન માનવામાં આવી રહ્યુ છે. એટલે કે દીપિકા ઈચ્છે છે કે 2019માં તેમના વ્યવહારોમાં આ ત્રણ વસ્તુઓ શામેલ રહે.

પ્રેગનન્સીના સમાચારો પર શું બોલી દીપિકા

તમને જણાવી દઈએ કે લગ્ન બાદથી જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સતત મીડિયામાં છવાયેલા છે. રણવીર હાલમાં જ રિલીઝ થયેલી પોતાની ફિલ્મ સિંબા માટે સમાચારોમાં છવાયેલા છે. સિંબામાં રણવીર સિંહ એક પોલિસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. વળી, દીપિકા પાદુકોણ છેલ્લા થોડાક સમયથી એક સમાચાર માટે છવાયેલી રહી. વાસ્તવમાં તેના લગ્ન બાદ જ મીડિયામાં સમાચારો આવવા શરૂ થઈ ગયા કે દીપિકા પાદુકોણ પ્રેગનેન્ટ છે. ત્યારબાદ દીપિકાએ પોતાની પ્રેગનન્સી અંગે આવી રહેલા સમાચારો પર મૌન તોડ્યુ.

ક્યારેક ક્યારેક આવી વાતો સાચી હોય છે

ક્યારેક ક્યારેક આવી વાતો સાચી હોય છે

ન્યૂઝ વેબસાઈટ પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યુમાં દીપિકા પાદુકોણે કહ્યુ, ‘મને નથી લાગતુ કે આમાં મારે કંઈ પણ ટેકલ કરવાની જરૂર છે. લોકોની નજરોમાં આમ પણ તમે છો એટલા માટે તમારા માટે સતત અટકળો લગાવવામાં આવશે. ક્યારેક ક્યારેક આવી વસ્તુઓ સાચી હોય છે અને લોકો કદાચ બીજુ અનુમાન લગાવી લે છે. કે પછી અમુક વસ્તુઓને તમારા કંઈક કહેતા પહેલા જ માની લે છે અને કયારેક ક્યારેક તે એકદમ ખોટી હોય છે. વાસ્તવમાં અમે જે ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છીએ તે એની પ્રકૃતિ છે. મને નથી લાગતુ કે આનાથી નિપટવા કે ડીલ કરવા જેવુ કંઈ છે.'

જ્યારે થવાનુ હશે ત્યારે થશે

જ્યારે થવાનુ હશે ત્યારે થશે

મીડિયામાં આવી રહેલા પ્રેગનેન્સીના સમાચારો પર દીપિકાએ મૌન તોડતા કહ્યુ, ‘હું માનુ છુ કે જ્યારે થવાનું હશે ત્યારે થશે. અમારા સમાજમાં લગ્ન બાદ મા બનવાની જવાબદારી વધી રહી છે. આવુ મે એ લોકોના મોઢેથી સાંભળ્યુ છે જેમના બાળકો છે. બેશક આવુ કોઈ પોઈન્ટ પર થશે પરંતુ મને લાગે છે કે મહિલાઓને આ સીમામાં રાખવી, એક કપલને આ સીમામાં રાખવા ખોટુ છે. મને લાગે છે કે જે દિવસે આપણે સવાલ પૂછવાનું બંધ કરી દઈશુ તે દિવસે આપણે બદલાવ લાવી શકીશુ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X