ધર્મેન્દ્રની પૂર્વ પત્ની અને બાળકો વિશે પહેલી વાર બોલ્યા હેમા માલિની

હેમા માલિની બોલિવુડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેમણે આજ સુધી પોતાના અંગત જીવન વિશે બહુ ઓછી વાત કરી છે. પરંતુ આ વખતે તેમણે આ વિશે વાત કરી છે.

હેમા માલિની બોલિવુડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેમણે આજ સુધી પોતાના અંગત જીવન વિશે બહુ ઓછી વાત કરી છે. પરંતુ આ વખતે તેમણે આ વિશે વાત કરી છે. અભિનેત્રીમાંથી નેતા બનેલ હેમા માલિનીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના ભવિષ્યની યોજનાઓ અને ધર્મેન્દ્ર સાથેના પોતાના લગ્ન વિશે ઘણુ કહ્યુ છે.

તેમનો અંતિમ કાર્યકાળ હશે

તેમનો અંતિમ કાર્યકાળ હશે

71 વર્ષીય અભિનેત્રી અને ઉત્તર પ્રદેશના મથુરાથી વર્તમાન સાંસદ હેમાએ એક સમાચાર વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ છે કે સાંસદ તરીકે આ તેમનો અંતિમ કાર્યકાળ હશે. આ દરમિયાન તેમણે પોતાના પતિ ધર્મેન્દ્રની પહેલી પત્ની અને બાળકો વિશે પણ પોતાની વાત કહી.

ધર્મેન્દ્રની પહેલી પત્ની અને બાળકો માટે શું કહ્યુ?

ધર્મેન્દ્રની પહેલી પત્ની અને બાળકો માટે શું કહ્યુ?

હેમાએ કહ્યુ, ‘જ્યારે મે ધર્મજીને જોયા તો હું સમજી ગઈ કે આ જ એ વ્યક્તિ છે જે મારા માટે બન્યા છે. હું તેમની સાથે મારુ જીવન વીતાવવા માંગતી હતી. મે એ પણ સુનિશ્ચિત કરવા ઈચ્છતી હતી કે આ લગ્નથી કોઈને દુઃખ ના થાય. તેમની પહેલી પત્ની અને બાળકોએ પોતાના જીવનમાં ક્યારેય મારી દખલ નહિ અનુભવી હોય. મે તેમની સાથે લગ્ન કર્યા પરંતુ મે ક્યારેય તેમને તેમના પહેલા પરિવારથી દૂર નથી કર્યા.'

રાજકારણ પર શું બોલ્યા?

રાજકારણ પર શું બોલ્યા?

રાજકારણ છોડવા પર હેમા માલિનીએ કહ્યુ કે આમાં આટલુ ચોંકાવનારુ શું છે. હું હવે બુઢ્ઢી થઈ રહી છુ અને કમજોર પણ. તેમણે કહ્યુ કે તેમને મથુરાવાસીઓને આપેલા વચને પૂરા કરવા માટે એખ સત્ર જોઈતુ હતુ, આ જ કારણ છે કે તેમણે આ વર્ષે લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ સાંસદ તરીકે આ તેમનો અંતિમ કાર્યકાળ છે.

સુંદર રહેવાનુ રહસ્ય જણાવ્યુ

સુંદર રહેવાનુ રહસ્ય જણાવ્યુ

પોતાની સુંદરતા વિશે પૂછાયેલા સવાલના જવાબમાં હેમાએ કહ્યુ, ‘શું બ્યુટી, શું સિક્રેટ? મે ક્યારેય પોતાને સુંદર નથી વિચારી. એ તો બીજા લોકો છે જે કહે છે કે હું સુદર છુ. ત્યારે હું વિચારુ છુ કે શું હું સાચે જ સુંદર છુ? મારુ માનવુ છે કે સુંદર રહેવાનુ રહસ્ય છે કે આના વિશે કંઈ પણ ના વિચારવુ.'

ધર્મેન્દ્રના આરોગ્ય પર શું કહ્યુ?

ધર્મેન્દ્રના આરોગ્ય પર શું કહ્યુ?

ધર્મેન્દ્રના આરોગ્ય વિશે તેમણે કહ્યુ, હા, તેમને ડેંગ્યુ થઈ ગયો હતો પરંતુ તે હવે ઠીક છે. હા, તે થોડા કમજોર થઈ ગયા છે. ધર્મેન્દ્ર કહે છે કે તેમના પગમાં બહુ પીડા રહે છે. મને લાગે છે કે અ બુઢ્ઢા થઈ રહ્યા છે. તેમછતાં અમારો એકબીજા પર ભરોસો પહેલાની જેમ જ જળવાયેલો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X