મુંબઈ, 12 જાન્યુઆરી : લાંબા સમય સુધી બૉલીવુડમાં સિક્વલ ગર્લ તરીકે સ્થાપિત રહેલા જૅકલીન ફર્નાન્ડીઝ હવે કિક ગર્લ બની ગયાં છે. સલમાન ખાન સાથે ફિલ્મ કરતા જ જૅકલીનના ભાગ્ય દ્વાર જાણે ચારે બાજુથી ખુલી ગયા છે.
એટલે જ તો જૅકલીન ફર્નાન્ડીઝ હવે ફિલ્મો ઉપરાંત અનેક ઇવેંટ્સમાં પણ ખુશખુશાલ જણાય છે, તો વિવિધ મૅગેઝીનો પણ તેમને કવર ગર્લ બનાવવા તલપાપડ થવા લાગી છે.
કિક ફિલ્મની શાનદાર સફળતા બાદ જૅકલીન અને સલમાનના અફૅરની ચર્ચાઓ અને અટકળો પુરજોશમાં ચાલી રહી છે, તો જૅકલીન પણ એવી કોઈ તક નથી ચૂકતા કે જેના વડે તેઓ સલમાનને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન ન કરે.
તાજેતરમાં જ જૅકલીન ફર્નાન્ડીઝે લૉ'ઑફિસિયલ મૅગેઝીન માટે શાનદાર ફોટોશૂટ કરાવ્યું. જૅકલીન આ મૅગેઝીનના કવર ગર્લ બન્યાં છે. લૉ'ઑફિસિયલ માટે જૅકલીને કરાવેલા ફોટોશૂટમાં પણ તેમની અદાઓ ખૂબ જ હૉટ અને સ્વિટ લાગે છે. જૅકનો આવો અવતાર જોઈ ચોક્કસ સલમાન વધુ જૅકલીન તરફ આકર્ષાશે.