માતા બની લિઝા રે, સરોગસીથી જોડિયા પુત્રીઓએ લીધો જન્મ

અભિનેત્રી લિઝા રે જોડિયા પુત્રીઓની માતા બની ગઈ છે. લિઝા સરોગસી દ્વારા બે પુત્રીઓની માતા બની છે.

અભિનેત્રી લિઝા રે જોડિયા પુત્રીઓની માતા બની ગઈ છે. લિઝા સરોગસી દ્વારા બે પુત્રીઓની માતા બની છે. પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પુત્રીઓનો પહેલો ફોટો જાહેર કરતા લિઝાએ પોતાના મા બનવાના અનુભવ વિશે પણ ફેન્સને જણાવ્યુ. લિઝાએ પોતાની પુત્રીઓના નામ સૂફી અને સોલેલ રાખ્યા છે. કેન્સર સામે જંગ લડી ચૂકેલી લિઝા રે પહેલી માતા બની છે અને તેણે માતૃત્વના આ અનુભવને ઘણો ખાસ જણાવ્યો.

સરોગસીથી બની જોડિયા પુત્રીઓની માતા

સરોગસીથી બની જોડિયા પુત્રીઓની માતા

લિઝા રે એ સોશિયલ મીડિયા પર પોતાની પુત્રીઓનો ફોટો શેર કર્યો. બોમ્બે ટાઈમ્સને આપેલી ઈન્ટરવ્યુમાં તેણે પોતાના મા બનવાના અનુભવ વિશે કહ્યુ, ‘અત્યારે જીવન ભાવનાઓથી ભરેલુ છે. ઘણી વસ્તુઓ મેનેજ કરવી પડી રહી છે. પોતાનું કામ, પોતાનું ધ્યાન રાખવુ, ટ્રાવેલ, મિત્રો-પરિવાર અને પતિ સાથે સમય પસાર કરવો. જીવન અત્યારે ક્રેઝી એડવેન્ચર જેવુ થઈ ગયુ છે પરંતુ હું ખુશ છુ.'

જૂનમાં જન્મી છે લિઝા રે ની પુત્રીઓ

જૂનમાં જન્મી છે લિઝા રે ની પુત્રીઓ

લિઝાએ કહ્યુ કે તે પોતાની પુત્રીઓને જલ્દીમાં જલ્દી મુંબઈ લાવવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે લિઝાની પુત્રીઓનો જન્મ જોર્જિયાના Tbilisi માં જૂનમાં થયો છે. સરોગસી દ્વારા જન્મેલી પોતાની પુત્રીઓના નામ લિઝાએ Sufi અને Soleil રાખ્યુ છે. લિઝાએ જણાવ્યુ કે તે પોતાની પુત્રીઓને મજબૂત બનાવશે, ‘હું મારી મુશ્કેલીઓ અને જીત તેમની સાથે વહેંચવા ઈચ્છીશ. અમારી કહાની લોકોમાં આશા જગાડી શકે છે જે બાળકો ઈચ્છે છે. હું મારી પુત્રીઓ માટે ખૂબ આભારી છુ. હું તેમને મજબૂત બનતા શીખવાડીશુ.'

છ વર્ષ પહેલા લેબનાનના બોયફ્રેન્ડ સાથે કર્યા હતા લગ્ન

છ વર્ષ પહેલા લેબનાનના બોયફ્રેન્ડ સાથે કર્યા હતા લગ્ન

લિઝાએ કહ્યુ, ‘હું તેમને શીખવાડીશ કે તે જે ઈચ્છે તે કરી શકે છે. આગલી પેઢીને દયાળુ બનાવવી સારા ભવિષ્ય માટે સૌથી સારી તક છે. હું તેમના કાનોમાં એ કહેવા ઈચ્છુ છુ કે ભવિષ્ય મહિલાઓ છે.' લિઝા રે એ કેન્સર સામે લાંબી જંગ લડ્યા બાદ 2010 માં જણાવ્યુ હતુ કે તે હવે આ બિમારીમાંથી મુક્ત થઈ ચૂકી છે. 20 ઓક્ટોબર, 2012 ના રોજ પોતાના બોયફ્રેન્ડ Jason Dehni સાથે તેણે લગ્ન કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X