For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂનમે ઉશ્કેરતા IPS ઑફિસરે મૉડેલ પર કર્યો Rape : સનસનાટીભર્યો આરોપ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 31 જુલાઈ : ક્યારેક સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ન્યુડ ફોટો નાંખી, તો ક્યારેક પોતાના જ બાતરૂમની તસવીર જાહેર કરી વિવાદોમાં રહેનાર બૉલીવુડ અભિનેત્રી પૂનમ પા્ડે હવે એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે. વિવાદ જેવો-તેવો નથી, બળાત્કારનો છે. ડીઆઈજી સુનીલ પારસકર સામે રેપનો આરોપ મૂકનાર મૉડેલનું કહેવું છે કે પારસકરે અભિનેત્રી પૂનમ પાન્ડેના કારણે જ તેની સાથે બળાત્કાર કર્યો. મૉડેલે જણાવ્યુ છે કે પૂનમ પાન્ડે સાથે તેની વ્યાવસાયિક દુશ્મનાવટ હતી. જ્યારે પૂનમ પાન્ડે આઈપીએસ ઑફિસર સુનીલ પારસકરના સમ્પર્કમાં આવી, ત્યારે તેમણે મને પ્રતાડિત કરવી શરૂ કરી.

એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત સમાચાર મુજબ પીડિત મૉડેલે પોલીસને જણાવ્યુ છે કે પારસકરે પૂનમ પાન્ડેના કારણે જ તેમનો બળાત્કાર કર્યો, કારણ કે પૂનમ પાન્ડે પારસકરની બહુ નજીક હતાં. એટલુ જ નહીં, મૉડેલે પારસકર તથા પૂનમના સંબંધો અંગે પણ પોલીસને જણાવ્યુ છે. જોકે પૂનમ તરફતી આ અંગે કોઈ પ્રત્યાઘાત નથી સાંપડ્યા. હવે પોલીસ આ બાબતમાં પૂનમ પાન્ડેની પૂછપરછ કરી તપાસ કરશે કે પૂનમના પારસકર સાથે કયા પ્રકારના સંબંધો હતાં.

નોંધનીય છે કે ક્રાઇમ બ્રાંચના સૂત્રોનું કહેવુ છે કે મૉડેલને મોકલાવાયેલ પારસકરના સેકડો એમએમએમસ ખૂબ જ અશ્લીલ છે. મૉડેલના મોબાઇલ સેટ ફૉરેંસિક લૅબમાં તપાસ માટે મોકલી દેવાયા છા. પારસકરના પણ મોબાઇલ સેટ લૅબમાં મોકલાશે. પારસકરને બુધવારે ક્રાઇમ બ્રાંચમાં ફરીથી પૂછપરછ માટે બોલાવાયા. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ પારસકરથી પૂનમ પાન્ડે અંગે સવાલો પૂછાયા. હવે પૂનમનું નિવેદન લેવાશે. ક્રાઇમ બ્રાંચે રેપનો આરોપ લગાવનાર મૉડેલનું નિવેદન સીઆરપીસીના સેક્શન 164 હેઠળ મૅજિસ્ટ્રેટ સામે લીધું.

ચાલો પૂનમની તસવીરો સાથે જાણીએ કે શું હતો કેસ?

યૌન શોષણનો આરોપ

યૌન શોષણનો આરોપ

મૉડેલે પોતાની ફરિયાદમાં દાવો કર્યો હતો કે નવેમ્બર-2013થી માર્ચ-2014 દરમિયાન સુનીલ પારસકરે તેમનું યૌન શોષણ કર્યુ હતું.

એડિશનલ કમિશનર

એડિશનલ કમિશનર

મૉડેલના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન સુનીલ પારસકર મુંબઈ પોલીસમાં એડિશનલ કમિશનર (નૉર્થન રીજન) હતાં.

મૅસેજોની આપ-લે

મૅસેજોની આપ-લે

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી અધિકારી અને પીડિતા વચ્ચે મોબાઇલ ફોન પર મૅસેજોની આપ-લે થઈ હતી.

બે પ્રસંગોએ મૅસેજ

બે પ્રસંગોએ મૅસેજ

આ મૅસેજો બે પ્રસંગોએ મોકલાયાં. એક વાર ત્યારે કે જ્યારે પારસકર મૉડેલને નવી મુંબઈ ખાતેના ફ્લૅટમાં લઈ ગયા હતાં અને બીજી વાર ત્યારે કે જ્યારે બંને મુંબઈના ઉપનગરી ખાતે આવેલ બંગલે ગયા હતાં.

પીડિતાનો પણ ઉલ્લેખ

પીડિતાનો પણ ઉલ્લેખ

પીડિતાએ પણ આ મૅસેજ અંગેની વાતનો ઉલ્લેખ કર્યો છે.

પારસકરે માફી માંગી

પારસકરે માફી માંગી

પીડિતાએ પોતાના નિવદેનમાં એ પણ જણાવ્યુ છે કે છેડખાની અને બળાત્કાર બાદ સુનીલ પારસકરે તેને મૅસેજ મોકલી પોતાના આવા વ્યવહાર અંગે મૉડેલની માફી માંગી હતી.

યાદ કરો રફીને

યાદ કરો રફીને

આજે મહોમ્મદ રફીની 34મી પુણ્યતિથિ છે. તેમના ટૉપ 10 યાદગાર ગીતોની યાદી જોવા માટે ક્લિક કરો.

English summary
In a new twist to the rape case filed by a model against deputy inspector general of police Sunil Paraskar, the Mumbai crime branch said it will soon question Poonam Panday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X