• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

30 વર્ષ પહેલા રેખા સાથે પણ થયો હતો રિયા જેવો વ્યવહાર, લોકોએ કહી હતી- વિષકન્યા અને ડાકણ

શું તમે જાણો છો કે રિયા સાથે જેવુ આજે થઈ રહ્યુ છે તેવો જ વ્યવહાર આજથી 30 વર્ષ પહેલા અભિનેત્રી રેખા સાથે થયો હતો. જાણો વિગત.
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસના મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી અત્યારે ડ્રગ્ઝ કેસમાં મુંબઈની ભાયખલ્લા જેલમાં બંધ છે. તે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. રિયા ચક્રવર્તી પર અભિનેતાના પિતાએ પૈસા હડપવા અને સુશાંતને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો છે ત્યારબાદથી જ રિયા ચારે તરફથી નફરતનો શિકાર બની રહી છે. જો કે રિયા માટે અમુક કલાકારોએ અવાજ ઉઠાવ્યો છે કે જ્યાં સુધી કંઈ સાબિત ન થઈ જાય ત્યાં સુધી રિયાને ગુનેગાર ઘોષિત ન કરવામાં આવે પરંતુ રિયાના સમર્થનમાં બોલનારને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

30 વર્ષ પહેલા રેખા સાથે પણ થયો રિયા ચક્રવર્તી જેવા વ્યવહાર

30 વર્ષ પહેલા રેખા સાથે પણ થયો રિયા ચક્રવર્તી જેવા વ્યવહાર

રિયા વિશે સોશિયલ મીડિયામાં ઘણુ બધુ લખાઈ ગયુ છે. લોકોએ તેેને વિષકન્યા, ડાકણ જેવા શબ્દોથી નવાઝી છે. રિયાએ ખુદ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે મીડિયા તો પહેલેથી જ મને ગુનેગાર ઘોષિત કરી ચૂકી છે પરંતુ શું તમે જાણો છો કે રિયા સાથે જેવુ આજે થઈ રહ્યુ છે તેવો જ વ્યવહાર આજથી 30 વર્ષ પહેલા અભિનેત્રી રેખા સાથે ત્યારે થયો હતો જ્યારે તેમના પતિ મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી લીધી હતી, તેમણે રેખાના દુપટ્ટાથી ખુદ ગળેફાંસો ખાઈ લીધો હતો.

રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી

રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી

સિંગર ચિન્મયી શ્રીપદાએ પોતાના ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે જે આજે રિયા સાથે વર્તન કરવામાં આવી રહ્યુ છે અવુ જ કંઈક 1990માં રેખા સાથે થયુ હતુ. ચિન્મયીએ ટ્વિટર પર રેખાની બાયોગ્રાફી (રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી) જેને યાસર ઉસ્માને લખી છે, તેના અમુક અંશ શેર કર્યા છે, સાથે રેખા અને તેના પતિનો ફોટો પણ શેર કર્યો છે.

રેખાને પણ લોકોએ ખૂબ ખરુ-ખોટુ કહ્યુ હતુ

રેખાને પણ લોકોએ ખૂબ ખરુ-ખોટુ કહ્યુ હતુ

રેખાને પણ લોકોએ ખૂબ જ ખરુ-ખોટુ કહ્યુ હતુ, તે પણ મીડિયા ટ્રાયલનો શિકાર થઈ હતી. તેના માટે પણ વિષકન્યા અને ડાકણ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે મુકેશ અગ્રવાલની માએ રેખાને કહ્યુ હતુ કે એ ડાકણ મારા દીકરાને ખાઈ ગઈ. ભગવાને તેને ક્યારેય માફ નહિ કરે. રેખા વિષ મુકેશના ભાઈ અનિલ ગુપ્તાએ કહ્યુ હતુ, 'મારા ભાઈ રેખાને સાચો પ્રેમ કરતા હતા. તેમના માટે પ્રેમ હતો કરો કે મરો. રેખા જે તેમની સાથે કરી રહી હતી, તેને તેઓ સહન કરી શક્યા નહિ, હવે તેને શું જોઈએ, હવે તેને શું અમારા પૈસા જોઈએ છે.'

નેશનલ વેમ્પ બની ગઈ રેખાઃ અનુપમ ખેર

નેશનલ વેમ્પ બની ગઈ રેખાઃ અનુપમ ખેર

મુકેશ અગ્રવાલના પરિવાર ઉપરાંત બૉલિવુડના લોકોએ પણ રેખા સામે ઘણુ બધુ કહ્યુ હતુ. જાણીતા ફિલ્મમેકર સુભાષ ઘાઈએ કહ્યુ હતુ કે રેખાએ ફિલ્મ ઉદ્યોગના ચહેરા પર એક એવો ધબ્બો લગાવી દીધો છે જેને સરળતાથી ધોવો મુશ્કેલ બની જશે. હવે કોઈ ડાયરેક્ટર હવે તેની સાથે કામ નહિ કરે, દર્શક તેને ભારતની નારી કે ઈન્સાફની દેવી રૂપે હવે કેવી રીતે સ્વીકારશે? જ્યારે અનુપણ ખેરે રેખા માટે કહ્યુ હતુ કે તે હવે નેશનલ વેમ્પ બની ગઈ છે. એ વખતે લોકોએ રેખાને સાર્વજનિક રીતે એ પણ પૂછ્યુ હતુ કે છેવટે તેના અને મુકેશ વચ્ચે અણબનાવનુ કારણ શું હતુ.

'મુકેશ અગ્રવાલને સનકી અને બિમાર કહેવામાં આવ્યો હતો'

'મુકેશ અગ્રવાલને સનકી અને બિમાર કહેવામાં આવ્યો હતો'

જો કે રેખાએ ત્યારબાદ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ અને ઘણા અવોર્ડ પોતાના નામ કર્યા. રેખાના પતિ મુકેશ અગ્રવાલ જાણીતા હૉટલાઈન ગ્રુપ અને નિકિતાશા બ્રાંડના માલિક હતા. ફિલ્મ મેગેઝીનમાં રેખા અને મુકેશ માટે કહેવામાં આવ્યુ હતુ કે રેખાએ પોતાની જિંદગીમાં પ્રેમની કમીને પૂરી કરવા માટે મુકેશ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તે મુકેશને પ્રેમ કરી શકી નહિ. એટલુ જ નહિ મુકેશ અગ્રવાલન આત્મહત્યા કર્યા બાદ અમુક લોકોએ એમ કહ્યુ કે તે સનકી અને બિમાર હતા અને આ સનકમાં આવીને તેમણે પોતાનો જીવ આપી દીધો પરંતુ મુકેશના નજીકના દોસ્તોનુ માનવુ હતુ કે તે મુસીબતોથી ભાગનાર નહોતા. હાલમાં મુકેશ અગ્રવાલનુ મોત આજે પણ રહસ્ય છે. હાલમાં શ્રીપદાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચર્ચાનો વિષય બની છે.

એરક્રાફ્ટ(એમેન્ડમેન્ટ) બિલ 2020 રાજ્યસભામાં પાસએરક્રાફ્ટ(એમેન્ડમેન્ટ) બિલ 2020 રાજ્યસભામાં પાસ

English summary
Actress Rekha also called witch after husband's death like Rhea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X