આ એક્ટ્રેસ હોટનેસના મામલે કેટરિના-દીપિકાને આપે છે ટક્કર..
મધુર ભંડારકારની ફિલ્મ કેલેન્ડર ગર્લથી ડેબ્યૂ કરનાર અભિનેત્રી રૂહી સિંહ હાલ પોતાની લેટેસ્ટ તસવીરો માટે ચર્ચામાં છે.
મધુર ભંડારકર ની ફિલ્મ કેલેન્ડર ગર્લ થી ડેબ્યૂ કરનાર સુંદર અને સિઝલિંગ અભિનેત્રી રૂહી સિંહ આ ફિલ્મમાં પોતાની બોલ્ડ એન્ડ બબલી એક્ટિંગ માટે ખૂબ વખણાઇ હતી. થોડા સમયથી આ એક્ટ્રેસનું નામ બોલિવૂડમાં ખૂબ ચર્ચાઇ રહ્યું છે અને તેનું કારણ છે, રૂહીની લેટેસ્ટ તસવીરો. મોડેલ અને એક્ટ્રેસ રૂહિ સિંહની બોલ્ડ એન્ડ હોટ તસવીરો વાયરલ થઇ રહી છે.

સોશિયલ મીડિયા
રૂહીએ આ બોલ્ડ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીર ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. કોઇ પણ એક્ટ્રેસ માટે તાત્કાલિક ચર્ચામાં આવવા માટે આજ-કાલ આ સૌથી સરળ રસ્તો બની ગયો છે.

મધુર ભંડારકરની ફિલ્મથી ડેબ્યૂ
રૂહીએ મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લથી ડેબ્યૂ કર્યું હતું. તેણે આ ફિલ્મમાં એવી કેલેન્ડર ગર્લનો રોલ પ્લે કર્યો હતો, જે બોલિવૂડમાં નામના મેળવવા માટે આતુર છે. તેનું કેરેક્ટર ગ્લેમરસ અને બબલી હતું, આ માટે તેના ખૂબ વખાણ થયા હતા.

રિલય લાઇફમાં પણ છે ગ્લેમરસ
આ તસવીરો પરથી તમને ખ્યાલ આવશે કે, રૂહી પોતાની રિયલ લાઇફમાં પણ એટલી જ ગ્લેમરસ છે. સાથે જ તે ડેલેન્ટેડ પણ છે. તેણે મોડેલિંગ શરૂ કર્યું ત્યારથી તેને પોતાના બોલ્ડ અવતાર માટે અનેક કોમ્પલિમેન્ટ્સ મળ્યાં છે.

સ્ટડી સાથે જ શરૂ કર્યું મોડેલિંગ
રૂહીનો જન્મ 16 ઓક્ટોબર, 1991ના રોજ જયપુરમાં થયો હતો. તે હજુ તો ભણતી હતી, ત્યારથી જ તેણે મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે, રૂહીનું સપનું સિંગર બનવાનું હતું.

મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ
વર્ષ 2011માં તેણે ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો. આ કોન્ટેસ્ટમાં તે ફર્સ્ટ રનર અપ રહી હતી. એ જ વર્ષે તેણે ઇન્ડિયન પ્રિન્સેસ 2011માં પણ ભાગ લીધો હતો અને ઇન્ડિયાના રિપ્રેઝન્ટેટિવ તરીકે પસંદગી પામી હતી.

ટોપ 25 મોસ્ટ ડિઝાયરેબલ વુમન
વર્ષ 2014માં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા તરફથી તેનું નામ ટોપ 25 મોસ્ટ ડિઝયરેબલ વુમનના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું હતું.

ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ
રૂહી વર્ષ 2012માં ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ ધ વર્લ્ડ બીફોર હરમાં જોવા મળી હતી. આ અંગ્રેજી ડોક્યૂમેન્ટ્રિ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ પછી તેના માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દ્વાર ખુલી ગયા હતા.

બોલિવૂડ ફિલ્મો
વર્ષ 2015માં તે મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લમાં દેખાઇ હતી. ત્યાર બાદ વર્ષ 2016માં તેની અન્ય એક ફિલ્મ ઇશ્ક ફોરેવર આવી હતી. જો કે, આ ફિલ્મ ખાસ નોંધપાત્ર નહોતી.

તમિલ ફિલ્મ
બોલિવૂડમાં નસીબે સાથ ન આપતાં, તેણે પણ અન્ય એક્ટ્રેસિસની માફક સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ નજર માંડી. વર્ષ 2016માં તેણે બોંગુ ફિલ્મ થકી તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું.

બોલિવૂડની ફેન
જો કે, રૂહી પોતે બોલિવૂડની ફેન છે. તેને રોમેન્ટિક અને ડ્રામાવાળી બોલિવૂડ ફિલ્મો અત્યંત પસંદ છે. રૂહી હેલ્થ ફ્રિક છે અને તેને ટ્રાવેલિંગનો શોખ છે.

અહીં વાંચો
અત્યારની હોટ એક્ટ્રેસ પોતાના પહેલા ફોટોશૂટમાં કંઇક આવી લાગતી હતી, જોઇને શોક થઇ જશો. આ તેના 7 વર્ષ જૂનાં ફોટોગ્રાફ્સ છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
