કરીનાના શુભ પગલાં, શર્મિલાને ડૉક્ટરેટની ઉપાધિ

મુંબઈ, 26 ઑક્ટોબર : આજકાલ બૉલીવુડમાં નવાબોનું ખાનદાન કઈં વધુ જ ચર્ચામાં છે. ક્યારેક લગ્ન તો, ક્યારેક રાજકારણના કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનનાર પટૌડી ખાનદાન માટે કરીના કપૂરના પગલાં મંગળમંય સાબિત થતાં લાગે છે. એટલે જ તો કરીનાનું આગમન થતાં જ વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી અને કરીના કપૂરના વ્હાલા સાસુમા શર્મિલા ટાગોરને ડૉક્ટરેટનું બિરૂદ મળ્યું છે. શર્મિલાને આ સન્માન સાહિત્ય તેજમ કળા ક્ષેત્રે ઉત્કૃષ્ટ ફાળા માટે આપવામાં આવ્યું છે.

Sharmila Tagore

શર્મિલા ટાગોરને આ ઉપાધિ એડિનબર્ગ નેપિયર યુનિવર્સિટીએ પ્રદાન કરી છે. યુનિવર્સિટીના ઇંસ્ટીટ્યુટ ઑફ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્કૉટિશ સેંટર ફૉર ટાગોર સ્ટડીઝ ખોલવા બદલ શર્મિલાને આ સન્માન આપવામાં આવ્યું છે. આ સન્માનથી હર્ષિત શર્મિલાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે તેઓ આ વાતથી ઘણાં પ્રસન્ન છે. તેમને સારૂં લાગી રહ્યું છે કે તેમની આ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે

આપને જણાવી દઇએ કે શર્મિલા ટાગોરે કૉલેજનું ભણતર સુદ્ધા પૂર્ણ કર્યું નથી. તેઓ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ નથી, પરંતુ આમ છતાં યુનવર્સિટીએ તેમને આ ઉપાધિ માટે પસંદ કર્યાં. આ એક આશ્ચર્ય પમાડનાર વાત છે. જોકે શર્મિલા ટાગોરને ઘણાં નેશનલ ઍવૉર્ડ સહિત અનેક પુરસ્કારો મળી ચુક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X