ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર રંગભેદનો શિકાર બની શિલ્પા શેટ્ટી, લગાવ્યા આરોપ
બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ એક એરલાઈન્સ કંપનીની એક કર્મચારી પર રંગભેદી વ્યવહારનો આરોપ લગાવ્યો છે.
બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ એક એરલાઈન્સ કંપનીની એક કર્મચારી પર રંગભેદી વ્યવહારનો આરોપ લગાવ્યો છે. શિલ્પાએ આરોપ લગાવ્યો છે કે તેને રંગના આધાર પર એરલાઈન્સ કર્મચારીએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને બેગ ના રાખી. તેની સાથે થયેલા રંગભેદી વ્યવહાર વિશે ઈન્સ્ટાગ્રામ પર જણાવતા તેણે કહ્યુ કે રંગના આધાર પર આવો વ્યવહાર ના કરી શકાય. જ્યારે કર્મચારીએ તેની સાથે આવો વ્યવહાર કર્યો ત્યારે તે સિડનીથી મેલબર્ન જઈ રહી હતી.

ઈન્સ્ટાગ્રામ પર જણાવી આપવીતી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ એરપોર્ટ પર પોતાની સાથે થયેલા રંગભેદી વ્યવહાર વિશે ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યુ. શિલ્પા શેટ્ટીએ Qantas એરવેઝની એક કર્મચારી પર આરોપ લગાવતા કહ્યુ કે તે સિડનીથી મેલબર્ન જઈ રહી હતી જ્યારે તેનો સામને મેલ (કર્મચારીનું નામ) સાથે થયો. તે બિઝનેસ ક્લાસથી પ્રવાસ કરી રહી હતી અને તેની પાસે બે બેગ હતી. મેલે તેને કહ્યુ કે તેની ડફલ બેગ વધારે મોટી છે એટલા માટે તે ઓવરસાઈઝ બેગવાળા કાઉન્ટર પર જાય. ત્યારબાદ શિલ્પા પોતાની બેગ લઈને ઓવરસાઈઝવાળા કાઉન્ટર પર ગઈ.

બેગ લઈ જવાની મંજૂરી ના આપી
શિલ્પા જ્યારે બીજા કાઉન્ટર પર ગઈ તો ત્યાં હાજર કર્મચારીએ કહ્યુ કે બેગ મોટી નથી અને તે સરળતાથી લઈ જઈ શકે છે. શિલ્પા પાછી ગઈ અને મેલને આ વાત કહી પરંતુ તેમછતા તેણે બેગ લઈ જવાની પરવાનગી આપી નહિ. મેલ ના માનતા શિલ્પા પાછી ઓવરસાઈઝ બેગના કાઉન્ટર પર ગઈ અને ત્યાં હાજર કર્મચારીને બેગ લેવા માટે કહ્યુ. ત્યારે વધુ એક કર્મચારીએ આવીને શિલ્પાને કહ્યુ કે તેની બેગ એટલી મોટી નથી અને તે સરળતાથી ચેક-ઈન થઈ શકતી હતી.

‘પોતાના સ્ટાફને મદદ કરતા શીખવો'
શિલ્પાએ આગળ લખ્યુ કે આ વાત તેણે માત્ર Qantas એરલાઈન્સ માટે લખી છે. અભિનેત્રીએ લખ્યુ કે તેના સ્ટાફને મદદ કરતા શીખવવુ જોઈએ. તેણે જણાવ્યુ કે તેને રંગના કારણે મેલે તેની સાથે આ રીતે વાત કરી. શિલ્પાએ લખ્યુ કે આવો વ્યવહાર બિલકુલ સહન કરવામાં નહિ આવે. તેણે પોતાનો બેગ સાથેનો ફોટો મૂકીને ફેન્સને પૂછ્યુ કે શું તમને આ બેગ ઓવરસાઈઝ લાગી રહી છે?












Click it and Unblock the Notifications
