2018ની સૌથી ધમાકેદાર એન્ટ્રી, આ સુપર હોટ એક્ટ્રેસ બે સુપરસ્ટાર્સ પર પડશે ભારે
હાલ બૉલીવુડની કેટલીય મોટી ફિલ્મોને લઈને ચર્ચા ચાલી રહી છે. આ વર્ષે બૉલીવુડના ત્રણ ખાન પોતાની મોટી ફિલ્મો દ્વારા ધમાલ મચાવવાના છે.
હાલ બૉલીવુડની કેટલીય મોટી ફિલ્મોને લઈને ચર્ચા ચાલી રહી છે. આ વર્ષે બૉલીવુડના ત્રણ ખાન પોતાની મોટી ફિલ્મો દ્વારા ધમાલ મચાવવાના છે. સલમાન ખાનની રેસ-3, આમીર ખાનની ઠગ્સ ઑફ હિન્દોસ્તાં અને શાહરુખ ખાનની આગામી ફિલ્મ ચર્ચામાં છે. શાહરુખની આગામી ફિલ્મમાં થયેલી નવી એન્ટ્રીને કારણે અત્યારે ચર્ચા જાગી છે.
ફિલ્મ જીરો માટે કેટરીના કેફ અને અનુષ્કાનું નામ પહેલેથી જ સામે આવી ચૂક્યું છે પરંતુ હવે આ ફિલ્મમાં વધુ એક એક્ટ્રેસ જોવા મળશે. આ એક્ટ્રેસનું નામ છે શ્રેયા મિશ્રા. ઓરિસ્સાની શ્રેયા મિશ્રા વર્ષ 2015માં મિસ યૂનાઈટેડ કોન્ટિનેન્ટ સ્પર્ધામાં ત્રીજા નંબરે આવી હતી. એક મોડલ છે અને કેટલાય બ્યૂટી કોમ્પિટિશનમાં ભાગ લઈ ચૂકી છે. તે સ્કૂબા ડાઈવ અને એરિયલ સિલ્ક રોપ ડાંસર પણ છે. અત્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં એમનો રોલ નાનો પરંતુ અતિ મહત્વનો સાબિત થશે. આ ફિલ્મમાં તેઓ અભય દેઓલની ગર્લફ્રેન્ડનો રોલ નિભાવશે અને એમણે પોતાના રોલની શૂટિંગ પણ પૂરી કરી લીધું છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ જીરો ક્રિસમસ પર રિલીઝ થશે. આગળ જાણો શાહરૂખની આ ફિલ્મ વિશે કેટલીક રસપ્રદ વાતો...

શ્રેયા મિશ્રા
શ્રેયા મિશ્રા એક મોડલ છે અને કેટલાય બ્યૂટી કોમ્પિટિશનમાં ભાગ લઈ ચૂકી છે. તે સ્કૂબા ડાઈવ અને એરિયલ સિલ્ક રોપ ડાંસર પણ છે. અત્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

બીજી દુનિયા સાથે કનેક્શન
સૂત્રોનું માનીએ તો આ ફિલ્મ બીજી દુનિયા સાથે કનેક્ટેડ હશે એટલે કે આ ફિલ્મ એલિયન્સ પર બની હોય શકે છે.

અલગ પ્રકારની ફિલ્મ
એમાં કોઈ બીજો મત નથી કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ભલે હિટ થાય કે એવરેજ રહે પણ આ ફિલ્મ અલગ પ્રકારનો અનુભવ કરાવશે. આ ફિલ્મમાં પહેલી વખત શાહરુખ ખાન વામનરૂપના રોલમાં જોવા મળશે. ટીઝરમાં જ એમનો અંદાજો જોઈને લોકો પાગલ થઈ ગયા હતા.

ફિલ્મનું ટાઈટલ
ફિલ્મનું ટાઈટલ જીરો રાખવામાં આવ્યું છે. આનંદ એલ રાય મુજબ દરેક માણસમાં કંઈક ઘટતું હોય છે. હું જીરોથી સેલિબ્રેટ કરવા માગું છું માટે ફિલ્મનું નામ જીરો છે.

ફિલ્મના ડાયલોગ્સ
ટીજરમાં ફિલ્મના બે દમદાર ડાયલોગ્સ છે. 'હમ કિસી કે પીછે લગકર ઉસકી વેલ્યૂ બઢા દેતે હૈં.', 'ટિકટેં લિયે બૈઠે હૈં લોગ મેરી જિંદગી કી, તમાશા ભી પૂરા હોના ચાહિયે.'

ફિલ્મનું બજેટ
આ ફિલ્મ 2018ની સૌથી મોંઘી ફિલ્મોમાં સામેલ છે. આનંદ એલ રાયની આ ફિલ્મ 150-160 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મના પ્રમોશનમાં કંઈ બાકી રાખવામા નહીં આવે.

ચોંકાવી દેશે ક્લાયમેક્સ
ફિલ્મનો ક્લાયમેક્સ દર્શકોને ચોંકાવી દેશે, જ્યારે એમને ખબર પડશે કે ફિલ્મના તમામ કેરેક્ટરનું કનેક્શન ધરતીને બદલે બીજી દૂનિયા સાથે છે. ફિલ્મના લોગોમાં પણ વાર્તાની ક્લૂ આપવામાં આવ્યો છે.

કેટરીના-અનુષ્કાનો રોલ
ફિલ્મ જીરોમાં માત્ર કિંગ ખાનની સાઈઝ જ નાની નથી પરંતુ કેટરીના કેફ અને અનુષ્કા શર્મા પણ તમને અલગ જ રોલમાં જોવા મળશે. આનંદ એલ રાયના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે.

સ્ટાર કાસ્ટ
ફિલ્મમાં સલમાન ખાન, દીપિકા પાદુકોણ, કાજોલ અને આલિયા ભટ્ટ સહિત કેટલાય બૉલીવુડના સ્ટાર્જ જોવા મળશે. જો કે તેઓ ફિલ્મમાં ગેસ્ટ અપીયરેન્સ દેશે.

જબરદસ્ત એક્સ્ટ્રા ઈફેક્ટ
જીરોમાં વીએફએક્સનો પણ જબરદસ્ત ઉપયોગ જોવા મળશે. આનંદ એ રાયની આ પહેલી સાઈ-ફાઈ ફિલ્મ છે, ત્યારે આ ફિલ્મ બનાવવામાં કોઈ કમી રાખવામાં નહીં આવે.

શાહરુખ સાથે પહેલી વખત
શાહરુખ ખાન અને આનંદ એલ રાય પહેલી વખત સાથે ફિલ્મ કરી રહ્યા છે. એવામાં દર્શકો પણ આ જાદૂઈ જોડી એક સાથે આવવાથી ઉત્સુક છે.












Click it and Unblock the Notifications
