For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મો છોડી મોહિતના થયા ઉદિતા ગોસ્વામી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 30 જાન્યુઆરી : બૉલીવુડ ફિલ્મોમાં અત્યાર સુધી કોઈ ખાસ મુકામ હાસન ન કરી શકનાર અભિનેત્રી ઉદિતા ગોસ્વામીએ અંતે લગ્ન કરી લીધાં છે. તેમણે પોતાના જૂના મિત્ર મોહિત સુરી સાથે લગ્ન કર્યાં છે. ગઈકાલે મંગળવારે સાંજે જુહના એક મંદિરમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉદિતા અને પરિવારના નજીકના મિત્રોની હાજરીમાં મોહિત-ઉદિતાના લગ્ન થયાં. આ પ્રસંગે મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, ઇમરાન હાશમી અને સ્માઇલી સરી પણ હાજર હતાં.

Udita Goswami

સમારંભમાં બૉલીવુડના અતિથિઓ દીયા મિર્ઝા, કંગના રાણાવત, જૅકલીન ફર્નાન્ડીઝ, અનુરાગ બાસુ તથા શ્રદ્ધા કપૂરે પણ હાજરી નોંધાવી. મોહિત અને ઉદિતા વર્ષ 2005થી રિલેશનમાં છે. આ દરમિયાન ઉદિતાએ બૉલીવુડની ઝહર, અક્સર જેવી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેમને કોઈ ખાસ સફળતા મળી નહીં. ઉદિતાએ લગ્ન પ્રસંગે લાલ રંગનો લહેંગો પહેર્યો હતો, તો મોહિતે શેરવાની પહેરી હતી.

બૉલીવુડની એવી અનેક અભિનેત્રીઓ છે કે જેમનું ફિલ્મી કૅરિયર એટલું સફળ રહ્યું નથી. સેલીના જેટલી, આયેશા ટાકિયા પણ આ જ શ્રેણીમાં આવે છે. લગ્ન અગાઉ કોઈ મોટી સફળતા ન મળતાં ઉદિતા માટે હવે ઘર વસાવવાનો જ એક યોગ્ય વિકલ્પ હતો. ખેર, આપણાં તરફથી ઉદિતા અને મોહિતને લગ્નના ખૂબ-ખૂબ અભિનંદન.

English summary
Actress Udita Goswami ties knot with her Director friend Mohit Suri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X