• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લોહીનો વેપાર કરતા ઝડપાઈ આ અભિનેત્રીઓ : જુઓ તસવીરો

|

નવી દિલ્હી, 10 મે : દુનિયાના સૌથી જૂના ધંધાનો જાલ શહેરની બદનામ શેરીઓમાંથી નિકળી ક્યારે ઇંટરનેટ પર આવી ગયો, તે તો કદાચ કોઈને ખબર નથી, પણ આ પણ એક કડવુ સત્ય છે કે આજે જૂના કોઠાઓએ એક હાઈટેક સૂરત ધરી લીધી છે. એટલુ જ નહીં, હવે વેશ્યાવૃત્તિના આ દળદળમાં કૉલેજોમાં ભણતી છોકરીઓ સેક્સના આ નવા શો રૂમમાં દર રોજ વેચાઈ રહી છે.

લોહીના વેપારે કઈ રીતે પોતાનો પગપસારો કર્યો છે, તેનો અંદાજો એ બાબત પરથી જ લગાવી શકાય છે કે ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રીઓએ પણ તેને સાઇડ બિઝનેસ બનાવી લીધો છે. હવે કેરીની પેટીમાં એક કેરી સડેલી નિકળે, તો આખી પેટીને ખરાબ નથી કહેવાતું. તેવી જ રીતે ગ્લૅમર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખરાબ કહેવું અયોગ્ય ગણાશે, પરંતુ કેટલીક અભિનેત્રીઓએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રતિષ્ઠાને લૂણો જરૂર લગાવ્યો છે.

તો આવો આજે તેવી અભિનેત્રીઓ અંગે ચર્ચા કરીએ કે જેઓ દેહના કાળા કારોબારમાં લિપ્ત રહી છે અને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. ચર્ચા કરતા પહેલા આપને એ પણ બતાવી દઇએ કે મોટાભાગની અભિનેત્રીઓ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની છે અને કામ ન મળવાના પગલે તેઓ લોહીના આ વેપારમાં જોડાઈ. સ્લાઇડર ફેરવો અને જાણો આ અભિનેત્રીઓ અંગે :

મિસ્ટી મુખર્જી

મિસ્ટી મુખર્જી

9મી જાન્યુઆરી, 2014ના રોજ મુંબઈમાં એક આઈએએસ (બેસ્ટના જીએમ) ઓ પી ગુપ્તાના ઘરે રેડ દરમિયાન એક હાઈ પ્રોફાઇલ સેક્સ રૅકેટનો પર્દાફાશ થયો હતો. ચોંકાવનારી બાબત એ હતી કે રૅકેટ બૉલીવુડ અભિનેત્રી મિસ્ટી મુખર્જી ચલાવતી હતી. રેડ દરમિયાન પોલીસે મોટી સંખ્યામાં બ્લ્યૂ ફિલ્મ સીડી જબ્ત કરી અને મિસ્ટીને વાંધાજનક હાલતમાં ઝડપી હતી.

ઐશ અંસારી

ઐશ અંસારી

ચલતે ચલતે તથા ઓમ શાંતિ ઓમ જેવી મોટી ફિલ્મોમાં કામ કરનાર દક્ષિણ ભારતીય અભિનેત્રી ઐશ અંસારીને 5મી નવેમ્બર, 2013ના રોજ વેશ્યાવૃત્તિ કરતા રંગે હાથ ઝપડી લેવાઈ. જોધપુરના રાઇકાબાગો રોડ ખાતે આવેલ એક હોટેલમાં ત્રણ અન્ય મહિલાઓ સાથે ઐશ ઝડપાઈ. કહે છે કે ઐશથી જોડાયેલ આ સેક્સ રૅકેટ ઑનલાઇન ઑપરેટ થતુ હતું.

સાયરા બાનુ

સાયરા બાનુ

23મી ઑગસ્ટ, 2010ના રોજ હૈદરાબાદ ખાતે એક મોટુ સેક્સ રૅકેટ પકડાયું. તેમાં ટોચની બૉલીવુડ અભિનેત્રી રંગે હાથ ઝડપાઈ. બનાવના સ્થળેથી 9 જણાની ધરપકડ કરાઈ કે જેમાં 2 અભિનેત્રીઓ હતી. તેમાં એક સાઉથની એક્ટ્રેસ સાયરા બાનુ હતી. ઉપરાંત ઉઝબેકિસ્તાનની એક મહિલા પણ ઝડપાઈ હતી.

શ્રાવણી

શ્રાવણી

તેલુગુ સીરિયલ હિમાબિંદુ તથા લાયામાં કામ કરનાર અભિનેત્રી શ્રાવણીને એક હાઈ-પ્રોફાઇલ સેક્સ રૅકેટ કેસમાં 3જી ઑક્ટોબર, 2013ના રોજ મધાપુર ખાતેથી ઝડપાઈ હતી. સાથે જયરાજ સ્ટીલના માલિક સંજય કુમાર ગોયંકાની પણ ધરપકડ કરાઈ હતી. ત્યાંથી 2 લાખ રુપિયા જપ્ત કરાયા હતાં.

ભુવનેશ્વરી

ભુવનેશ્વરી

અનેક તામિળ ફિલ્મો અને સીરિયલોમાં કામ કરી સારા પૈસા કમાવ્યા છતા ભુવનેશ્વરીએ લોહીનો વેપાર અપનાવ્યો. 2009માં ભુવનેશ્વરી ચેન્નઈ ખાતે મુંબઈની બે યુવતીઓ સહિત ઝડપાઈ ગઈ. ભુવનેશ્વરી સામે પોતાના જ ઍપાર્ટમેંટમાં સેક્સ રૅકેટ ચલાવવાનો આરોપ હતો. પાડોશીઓએ આપેલી માહિતી પર પોલીસે રેડ કરી હતી.

જ્યોતિ

જ્યોતિ

સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાયરા બાનુ જે રૅકેટમાં ઝડપાઈ હતી, તેમાં જ્યોતિ પણ સામેલ હતી. 23મી ઑગસ્ટ, 2010ના રોજ પોલીસની રેડમાં આ બંને તારિકાઓ ઝડપાઈ હતી.

કિન્નરા

કિન્નરા

સાઉથની જ વધુ એક અભિનેત્રી કિન્નરા ઉપર સેક્સ બ્રોકરની ભૂમિકાનો આરોપ લગાવાયો હતો. તેનો ખુલાસો એક ન્યુઝ ચૅનલના સ્ટિંગમાં થયો હતો. કહે છે કે પ્રોડ્યુસર્સ તથા ડાયરેક્ટર્સને પ્રલોભન આપી કિન્નરાએ ફિલ્મોમાં અનેક રોલ મેળવ્યા.

યમુના

યમુના

જાણીતી અભિનેત્રી યમુનાની બેંગલોર પોલીસે કથિત સેક્સ રૅકેટમાં લિપ્તતા બદલ ધરપકડ કરી. પોલીસે બેંગલોરની વિટ્ઠલ માલ્યા રોડ ખાતેની એક હોટેલમાંથી તેની ધરપકડ કરી હતી.

શ્વેતા બસુ પ્રસાદ

શ્વેતા બસુ પ્રસાદ

ડિસેમ્બર-2013માં અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદનું નામ એક ટીવી સ્ટિંગ ઑપરેશન વડે સેક્સ રૅકેટમાં ખુલ્યુ હતું. સ્ટિંગમાં શ્વેતા ગ્રાહકો પાસે પૈસા માંગતી અને રાજકારણીઓ પાસેથી વધુ પૈસા લેવાની વાત કહેતા દેખાઈ હતી.

નિહારિકા

નિહારિકા

સાઉથની જ વધુ એક અભિનેત્રી નિહારિકાએ કેટલીક ફિલ્મોમાં જૂનિયર આર્ટિસ્ટનો રોલ કર્યો. નિહારિકા એક જ્વૅલર સાથે વેશ્યાવૃત્તિ કરતા રંગે હાથ ઝડપાઈ હતી. નિહારિકાએ જણાવ્યુ હતું કે જ્વૅલરે તેને ફિલ્મોમાં કામ અપાવવાનો ભરોસો આપ્યો હતો. તેનુ કહેવુ હતુ કે તે સેક્સ રૅકેટ સાથે એટલા માટે જોડાઈ કે તેને ફિલ્મોની ઑફરો મળતી રહે.

English summary
South Indian film industry has made a big contribution to growth of Indian cinema in last 80 years. It would not be wrong to say that it has also a lion share in the list of the actresses, who are involved in the flesh trade.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X