Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : બિકિની બેબ અદિતી હવે બનશે નાના શહેરની છોકરી!

મુંબઈ, 28 નવેમ્બર : બૉલીવુડ અભિનેત્રી અને તાજેતરમાં જ બૉસ ફિલ્મમાં બિકિની પહેરી સનસનાટી મચાવનાર અદિતી રાવ હૈદરી હવે નાના શહેરની છોકરી તરીકે રૂપેરી પડદે નજરે પડવાના છે. અદિતી મનીષા ઝાની નવી ફિલ્મમાં નાના શહેરની છોકરીનો રોલ કરવા અંગો બહુ રોમાંચિત છે. જોકે અદિતીએ ફિલ્મમાં પોતાની ભૂમિકા અંગે કંઈ ખુલાસો નથી કર્યો.

અદિતીના જણાવ્યા મુજબ તેમની આગામી ફિલ્મ ફન છે કે જે મનીષ ઝા બનાવી રહ્યાં છે. બુધવારે મુંબઈ ખાતે સ્પેનિશ ડિઝાઇનરોના એક ફૅશન શોમાં રૅમ્પ ઉપર ઉતરેલા 26 વર્ષીય અદિતી રાવ હૈદરીએ જણાવ્યું - હું એથી વિશેષ કંઈ ખુલાસો કરવા નથી માંગતી અને આપે તેની જાહેરાત થવાની રાહ જોવી પડશે.

તાજેતરમાં જ અક્ષય કુમાર સાથે બૉસ ફિલ્મમાં બિકિની પહેરનાર અદિતીએ જણાવ્યું - મેં આવો રોલ અગાઉ નથી કર્યો. યે સાલ જિંદગી ફિલ્મમાં મેં થોડોક આનાથી મળતો એટલે કે દેસી છોકરીનો રોલ જરૂર કર્યો હતો. ફન ફિલ્મમાં હું એક નાના શહેરની છોકરીનો રોલ કરી રહી છું. આ સાથે હું આગળની શક્યતાઓ જોઈ રહી છું. ફન ફિલ્મ મનીષા ઝા બનાવી રહ્યાં છે કે જેઓ માતૃભૂમિ તેમજ અનવર જેવી ફિલ્મો માટે જાણીતા છે. રૉકસ્ટાર ફિલ્મ દ્વારા રણબીર કપૂર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અદિતીએ લંડન પેરિસ ન્યુયૉર્ક તથા મર્ડર 3 જેવી નોંધનીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આવો આપને તસવીરો સાથે જણાવીએ વધુ વિગતો :

રૉકસ્ટાર ગર્લ

રૉકસ્ટાર ગર્લ

બૉલીવુડમાં રૉકસ્ટાર ફિલ્મ સાથે એન્ટ્રી કરનાર અદિતી રાવ હૈદરી હવે સ્થાપિત થઈ ચુક્યાં છે. તેમના પ્રથમ હીરો રણબીર કપૂર હતાં.

ફન

ફન

અદિતી રાવ હૈદરી હવે મનીષ ઝાની ફિલ્મ ફનમાં દેખાવાના છે. તેઓ આ ફિલ્મમાં નાના શહેરની છોકરીનો રોલ કરવાના છે.

બૉસમાં બિકિની

બૉસમાં બિકિની

અદિતી રાવ હૈદરીએ તાજેતરમાં જ આવેલી ફિલ્મ બૉસમાં બિકિની સાથેના સીન્સ આપ્યા હતાં કે જેને લઈને ઘણી ચર્ચાઓ ચાલી હતી.

બંધ થવો જોઇએ હોબાળો

બંધ થવો જોઇએ હોબાળો

બૉસ ફિલ્મના પ્રમોશન દરમિયાન અદિતી રાવ હૈદરીએ જણાવ્યું - મને લાગે છે કે એક બિકિનીને લઈને થતો આટલો હોબાળો બંધ થવો જોઇએ, કારણ કે આ તેને જોવાનું ખોટું દૃષ્ટિકોણ છે.

હૉટ ફોટોશૂટ

હૉટ ફોટોશૂટ

આ હોબાળા વચ્ચે અદિતી રાવ હૈદરીએ તાજેતરમાં જ મૅક્ઝિમ મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યુ હતું.

રૅમ્પ વૉક

રૅમ્પ વૉક

મર્ડર 3 જેવી હૉટ ફિલ્મમાં પણ પોતાના અભિનયના ઓજસ પાથરનાર અદિતીએ બુધવારે ફૅશન શોમાં રૅમ્પ કર્યું. વધુ તસવીરો જોવા ક્લિક કરો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X