આફતાબના 14 વર્ષ : મસ્તથી મસ્તી અને ગ્રાન્ડ મસ્તી સુધી
મુંબઈ, 15 ઑક્ટોબર : આફતાબ શિવદાસાણીએ બૉલીવુડમાં અભિનેતા તરીકે આજે ચૌદ વર્ષ પૂર્ણ કર્યાં છે. આફતાબની હીરો તરીકે પ્રથમ ફિલ્મ મસ્ત હતી. રામ ગોપાલ વર્માની આ ફિલ્મમાં આફતાબ સાથે ઉર્મિલા માતોંડકર હતાં. આ ફિલ્મ 15મી ઑક્ટોબર, 1999ના રોજ રિલીઝ થઈ હતી. આમ આફતાબે બૉલીવુડમાં ચૌદ વર્ષ પૂર્ણ કરી લીધાં છે અને તેઓ તેની ઉજવણી કરવાના મૂડમાં છે.

આફતાબ શિવદાસાણી માટે આ બમણી ખુશીની વાત છે, કારણ કે એક બાજુ તેમની પ્રથમ ફિલ્મ મસ્તને 14 વર્ષ પૂરા થયા છે, તો તેમની તાજેતરમાં રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મ ગ્રાન્ડ મસ્તી બૉક્સ ઑફિસ પર સફળ રહી છે. આફતાબે ટ્વિટર પર લખ્યું - આજથી 14 વર્ષ પહેલા મારી પ્રથમ ફિલ્મ મસ્ત આવી હતી. બૉલીવુડમાં આજ સુધીની સફર સારી રહી. તે બધાનો બહુ-બહુ આભાર કે જેમણે અહીં હંમેશા મારો સાથ આપ્યો. આપ સૌને મારો પ્રેમ.
આફતાબ શિવદાસાણી એમ તો બાળ કલાકાર તરીકે 1987માં આવેલી મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં દેખાયા હતાં, પરંતુ 1999માં મસ્ત ફિલ્મમાં તેઓ પહેલી વાર અભિનેતા તરીકે ઉર્મિલા માતોંડકર કે સાથ રૂપેરી પડદે આવ્યા હતાં. અત્યાર સુધીની તેમની ફિલ્મોમાં દે તાલી, આલૂ ચાટ, 1920 એવિલ રિટર્ન્સ્, કસૂર, મસ્તી અને ગ્રાન્ડ મસ્તીનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
