સૈફ-કરીનાનું 250મુ હનીમૂન હશે
મુંબઈ, 17 ઑક્ટોબર : સૈફ અલી ખાન તેમજ કરીના કપૂર મંગળવારે પરમ્પરાગત રીતે અને કાયદેસર પતિ-પત્ની બની ગયાં. આપને જણાવી દઇએ કે ભલે પાંચ વર્ષ બાદ આ પ્રેમી યુગલે લગ્નની વિધિ સમ્પન્ન કરી છે, પરંતુ બંને છેલ્લા પાંચ વરસથી લીવ-ઇન-રિલેશનશિપમાં હતાં. તેનો ખુલાસો પોતે કરીનાએ કર્યો હતો. તેથી લગ્ન બાદ સૈફ-કરીનાનું હનીમૂન પ્રથમ નહિં, પણ 250મું હશે.

છેલ્લા પાંચ વર્ષોમાં સૈફ-કરીના વચ્ચે લવ અફૅર ચાલતુ હતું. સૈફ અને કરીના દરેક જગ્યાએ સાથે જ જતા હતાં. દરેક હોટેલમાં મિસ્ટર એન્ડ મિસિસ ખાનના નામે જ રૂમ બુક કરાવતા હતાં. તેથી હવે જો સૈફરીના લગ્ન બાદ ફરવા જાય, તો તેમનું હનીમૂન નવું નહિં હોય. પોતે કરીનાએ એક મેગેઝીનને આપેલ ઇન્ટરવ્યૂ દરમિયાન હસતા-હસતા જણાવ્યુ હતું કે લગ્ન બાદ તેઓ સૈફ સાથે 250મા હનીમૂને જશે.
નોંધનીય છે કે લગ્ન અગાઉ પણ કરીના સૈફ સાથે લંડનમાં એક માસની રજાઓ ગાળી આવી હતી.












Click it and Unblock the Notifications
