હવે કદાચ બૉલીવુડમાં નહિં પેદા થાય અમિતાભ કે શાહરુખ

મુંબઈ, 22 ઑક્ટોબર : બૉલીવુડના કિંગ ઑફ રોમાંસ યશ ચોપરા જતાં હવે બૉલીવુડ અધુરૂં થઈ ગયું છે. 80 વર્ષીય યશના નિધને સમગ્ર બૉલીવુડને શોકમાં ગરકાવ કર્યાં છે અને દરેકના દિલમાં એક જ વાત છે કે હવે ક્યારે બૉલીવુડમાં અમિતાભ બચ્ચન કે શાહરુખ ખાન જેવા રોમેન્ટિક સુપર સ્ટાર્સ પેદા નહિં થાય. કારણ કે આ સુપર સ્ટાર્સને જન્મ આપનાર રોમેન્ટિક ફિ્લમોના જાદુગર યશ ચોપરા ગઈકાલે આ દુનિયાને અલવિદા કરી ગયાં.

Amitabh-Yash-Shahrukh

યશના નિધનથી સૌથી વધુ કોઈ શોકમગ્ન હોય તો તે છે બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન. શાહરુખને બૉલીવુડના રોમેન્ટિક હીરો બનાવવા પાછળ યશનો મહત્વનો ફાળો હતો. યશે શારુખ સાથે ડર, બાઝીગર, દિલ તો પાગલ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંે જવી અનેક સુપરહિટ રોમેન્ટિક ફિલ્મો આપી હતી.

શાહરુખ ઉપરાંત બૉલીવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના કરિયરની અનેક હિટ ફિલ્મો જેમ કે દીવાર, સિલસિલા, કભી કભી યશ ચોપરાની જ દેણ હતી.

યશ ચોપરાએ શાહરુખને નામે અનેક હિટ ફિલ્મો કરી હતી અને જતાં-જતાં પણ યશ ચોપરા શાહરુખના નામે છેલ્લી દિગ્દર્શિત ફિલ્મ કરી ગયાં. યશ ચોપરા તરફથી શાહરુખને અપાયે આ અનોખી ભેંટ ટુંકમાં જ થિયેટરોમાં રિલીઝ થવાની છે. હવે યશ ચોપરાના તમામ ચાહકોને ઇન્તેજાર છે 13મી નવેમ્બરનો કે જ્યારે તેમા દિલમાં વસનાર યશ ચોપરાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન મોટા પડદે દેખાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X