અમિતાભની ડૉટર સીટ : પરિણીતીએ ઠુકરાવી, દીપિકાએ ઝડપી લીધી!
મુંબઈ, 10 માર્ચ : આને કહેવાય સિતારાઓ બુલંદીએ હોવા... જ્યારે માણસનો સમય બરાબર ચાલતો હોય છે, ત્યારે દરેક વસ્તુ પોતાની મેળે બરાબર ચાલતી હોય છે. બૉલીવુડમાં કંઈક આવો જ સારો સમય ચાલી રહ્યો છે બ્યુટીફુલ દીપિકા પાદુકોણેનો. સો કરોડની હસીના દીપિકાને સાઇન કરવા માટે લાઇનો લાગેલી છે. ફિલ્મો અને જાહેરખબરોમાં તેમની ડિમાંડ સતત જળવાયેલી છે. ઉપરથી તેમની ખુશકિસ્મતીમાં વધુ એક પાનું તે વખતે જોડાઈ ગયું કે જ્યારે ફિલ્મ નિર્માતા શૂજીત સરકારે તેમને પોતાની ફિલ્મ પીકૂમાં લીડ રોલ પ્લે કરવાની ઑફર કરી.
શૂજીત સરકારની આ ફિલ્મમાં દીપિકા પાદુકોણેને બિગ બી અમિતાભ બચ્ચનના દીકરી તરીકેની ભૂમિકા ભજવવાની તક મળી રહી છે અને દીપિકાએ આ તક ચૂકવાનું જરાય યોગ્ય ન માન્યું અને એટલે જ તેમણે તરત જ શૂજીતની ઑફર સ્વીકારી લીધી. અગાઉ પીકૂ ફિલ્મમાં પરિણીતી ચોપરા લીડ રોલ પ્લે કરવાના હતાં, પરંતુ ડેટ્સ પ્રોબ્લેમના પગલે તેમણે ફિલ્મ છોડી દીધી અને શૂજીત સરકાર સીધા દીપિકા પાદુકોણે પાસે પહોંચ્યાં. દીપિકાએ તેમને નિરાશ ન કર્યાં અને અમિતાભની ડૉટર સીટ ઉપર પુનઃ ‘આરક્ષણ' (અનામત) મેળવી લીધું.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

પહેલી વાર આરક્ષણમાં
દીપિકા પાદુકોણેએ પહેલી વાર પ્રકાશ ઝાની ફિલ્મ આરક્ષણમાં અમિતાભ બચ્ચનના પુત્રીનો રોલ કર્યો હતો.

પુનઃ આરક્ષણ કરાવતાં દીપિકા
દીપિકાએ હવે ફરી એક વાર અમિતાભની ડૉટર સીટ ઉપર પોતાનું આરક્ષણ કરાવી લીધું છે.

પીકૂની ઑફર સ્વીકારી
દીપિકાએ શૂજીત સરકારની ફિલ્મ પીકૂ સ્વીકારી લીધી છે કે જેમાં તેમને અમિતાભના દીકરીનો રોલ કરવો છે.

પરિણીતીએ ઠુકરાવી
પીકૂ ફિલ્મ પરિણીતી ચોપરાએ ઠુકરાવી દીધી હતી, કારણ કે તેમની પાસે તારીખોની સમસ્યા હતી.

એટલે મહાન છે અમિતાભ
દીપિકાએ થોડાક દિવસ અગાઉ કહ્યુ હતું - સામાન્ય રીતે હું સાભળુ છું કે અમિતાભજીને લોકો મહાન અભિનેતા કહે છે, પણ જ્યારે મેં તેમની સાથે કામ કર્યું, ત્યારે અહેસાસ થયો કે તેમને લોકો મહાન કેમ કહે છે?

કમ્પ્લીટ એક્ટર અમિતાભ
દીપિકાએ જણાવ્યુ હતું - અમિતાભ બચ્ચન એક કમ્પ્લીટ એક્ટર છે. આઈ હેવ નો વર્ડ ટૂ એક્સપ્લેન ઇટ (મારી પાસે આ સમજાવવા માટે શબ્દો નથી).

ઇરફાન છે દીપિકાના હીરો
ઇરફાન છે દીપિકાના હીરો
પીકૂ ફિલ્મમાં ઇરફાન ખાન લીડ રોલમાં છે. ફિલ્મની વાર્તા પિતા-પુત્રીના સંબંધો અંગે છે.












Click it and Unblock the Notifications
