Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઐશને મળ્યું ફ્રેંચનું આર્ટ્સ એન્ડ લેટર્સ સન્માન

મુંબઈ, 2 નવેમ્બર : બચ્ચન પરિવારના વહુ અને બૉલીવુડના સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને ગઈકાલે જ પોતાનો 39મો જન્મ દિવસ ઉજવ્યો. ઐશ્વર્યાનો આ પ્રથમ જન્મ દિવસ હતો કે જે તેમણે પુત્રી આરાધ્યા સાથે ઉજવ્યો. તેમનો જન્મ દિવસ વધુ સ્પેશિયલ ત્યારે થઈ ગયો કે જ્યારે ફ્રેંચ સરકાર દ્વારા તેમને આર્ટ્સ એન્ડ લેટર્સ નામના પ્રતિષ્ઠિત નાગરિક મેડલ સન્માનિત કરાયાં.

મુંબઈની એક ફાઇવ સ્ટાર હોટેલમાં ઐશને આ સન્માન સ્વીકારવા બોલાવાયાં. ઐશ પોતાના આખા પરિવાર સાથે પહોંચ્યાં. જોકે જયા બચ્ચન હાજર નહોતાં. ઐશે જ્યારે સન્માન સ્વીકાર્યું, ત્યારે તેમની આંખો હર્ષાશ્રુથી છલકાઈ પડી, પણ તેમને રડતાં જોઈ નાનકડી આરાધ્યા પણ રડવા લાગી.

અભિષેક બચ્ચને આરાધ્યાને પોતાના ખોળે લઈ ચુપ કરાવી અને પછી અમિતાભ પણ પોતાના પૌત્રીને હસાવવાના પ્રયત્નોમાં લાગી ગયાં. ઐશના આ સન્માન સમારંભ દરમિયાન બૉલીવુડના કેટલાંક અન્ય સિતારાઓ પણ દેખાયાં. ઐશે સન્માન લેતી વખતે અત્યાર સુધી તેમની સાથે કામ કરનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો.

જુઓ ઐશ્વર્યા રાયના આ સન્માન સમારંભ દરમિયાનની તસવીરો :

સૌએ ઐશને કહ્યું હૅપ્પી બર્થ ડે ઐશને ફ્રેંચ ઑનર આપવાં આવેલ મહેમાનોએ ઐશ માટે એક સ્પેશિયલ બર્થ ડે કેક પણ મંગાવી હતી. તેને કાપી સૌપ્રથમ ઐશના જન્મ દિવસની ઉજવણી કરાઈ.

સૌએ ઐશને કહ્યું હૅપ્પી બર્થ ડે ઐશને ફ્રેંચ ઑનર આપવાં આવેલ મહેમાનોએ ઐશ માટે એક સ્પેશિયલ બર્થ ડે કેક પણ મંગાવી હતી. તેને કાપી સૌપ્રથમ ઐશના જન્મ દિવસની ઉજવણી કરાઈ.

ઐશને ફ્રેંચ ઑનર આપવાં આવેલ મહેમાનોએ ઐશ માટે એક સ્પેશિયલ બર્થ ડે કેક પણ મંગાવી હતી. તેને કાપી સૌપ્રથમ ઐશના જન્મ દિવસની ઉજવણી કરાઈ.

કુછ મીઠા હો જાય

કુછ મીઠા હો જાય

ફ્રેંચ ઑનર મળતાં જ સ્મિત ફરકાવી ઉઠ્યાં ઐશ્વર્યા રાય. તેમણે પોતાના હાથે સૌને પોતાના જન્મ દિવસની કેક ખવડાવી અને પોતાની ખુશી જાહેર કરી. જાણે કહેતાં હોય - કુછ મીઠા હો જાય.

ચૉકલેટ જોઈ અભિષેકની લાર ટપકી

ચૉકલેટ જોઈ અભિષેકની લાર ટપકી

અભિષેકની ફિટનેસ જોઈ તો એવું જ લાગે છે કે અભિષેક પોતાના ખાવા-પીવા અંગે ખૂબ જ સતર્ક રહેતાં હશે, પરંતુ અમિતાભની જેમ કદાચ ચૉકલેટ અભિષેકની પણ નબળાઈ છે. જુઓ કઈ રીતે ચૉકલેટ કેક જોઈ અભિષેકનાં મોમાં પાણી આવી ગયું છે અને તેઓ આ કેકને એકીટશે જોઈ જ રહ્યાં છે.

આરાધ્યા પણ રડી પડી

આરાધ્યા પણ રડી પડી

ફ્રેંચ ઑનર મળવાની જાહેરાત થતાં ઐશની આંખો છલકાઈ પડી અને તેમના ખોળે બેસેલી નાનકડી આરાધ્યા પણ મમ્મીને રડતાં જોઈ રડી પડી.

અભિષેકનો હાથ પકડી સન્માન સ્વીકાર્યું

અભિષેકનો હાથ પકડી સન્માન સ્વીકાર્યું

આ સન્માન લેતી વખતે પણ ઐશે પોતાના વ્હાલા હબી એટલે કે અભિષેક બચ્ચનનો હાથ ના છોડ્યો. જેવાં જ અભિષેક સ્ટેજ પરથી ખસવા લાગ્યાં કે ઐશે તેમનો હાથ પકડી પોતાની નજીક કરી લીધાં.

આરાધ્યાને સંભાળતાં અભિષેક

આરાધ્યાને સંભાળતાં અભિષેક

ઐશના ખોળામાં બેસેલી આરાધ્યા જ્યારે રડવા લાગી, તો પપ્પા અભિષેકે તેને પોતાના ખોળે લીધી અને ચુપ કરાવવા લાગ્યાં.

જયાની ગેરહાજરી

જયાની ગેરહાજરી

ઐશના આ સ્પેશિયવ ઇવેન્ટ દરમિયાન તેમના સાસુમા એટલે કે જયા બચ્ચનની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X