આરાધ્યાની બર્થ ડે Partyમાં ઉમટી બૉલીવુડની બચ્ચા પાર્ટી
મુંબઈ, 17 નવેમ્બર : ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા ત્રણ વર્ષની થઈ ગઈ. ગઈકાલે આરાધ્યાનો ત્રીજો જન્મ દિવસ હતો અને તેના મમ્મી-પપ્પાએ એક શાનદાર બર્થ ડે પાર્ટી યોજી હતી.
આરાધ્યા ઑટો સેલિબ્રિટી છે, કારણ કે તે બિગ બી અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પૌત્રી છે, વિ્વ સુંદરી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પુત્રી છે. આરાધ્યાનો જન્મ 16મી નવેમ્બર, 2011ના રોજ થયો હતો. ગઈકાલે તે 3 વર્ષની થઈ ગઈ. અમિતાભ બચ્ચનની ખૂબ જ લાડકડી છે આરાધ્યા.
ચાલો તેના જન્મ દિવસની પાર્ટીની તસવીરો જોઇએ :

ઐશ-અભિ-આરાધ્યા
શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા તથા તારા શર્મા સાથે પોઝ આપતાં ઐશ્વર્યા રાય, તેમના પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા.

બાળકો સાથે હૃતિક
આરાધ્યાની બર્થ ડે પાર્ટીમાં હૃતિક રોશન પણ પોતાના બંને બાળકો સાથે પહોંચ્યા હતાં.

સુઝાનની ખોટ
આ પ્રસંગે હૃતિકના બંને બાળકો પોતાની માતા સુઝાનને મિસ કરતા હતાં.

આઝાદ
આમિર ખાનનો દીકરો આઝાદ પણ મમ્મી કિરણ રાવ સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો.

શિલ્પા શેટ્ટી
શિલ્પા અને રાજ પોતાના પુત્ર વિવાન સાથે પહોંચ્યા હતાં.

રવીના ટંડન
રવીના ટંડન પણ પોતાની દીકરીને લઈ આરાધ્યાની બર્થ ડે પાર્ટીમાં આવ્યા હતાં.

જેનેલિયા-રીતેશ
સગર્ભા જેનેલિયા ડિસૂઝા પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. તેઓ પતિ રીતેશ દેશમુખ સાથે પહોંચ્યા હતાં.

લારા દત્તા
લારા દત્તા પણ પોતાની બાળકી સાથે આવ્યા હતાં.

સંજયની ખોટ
સંજય દત્ત જેલમાં છે, પરંતુ તેમના બાળકો આરાધ્યાને વિશ કરવા પહોંચ્યા હતાં.

કુણાલ કપૂર
બચ્ચન પરિવારનો ટુંકમાં જ ભાગ બનનાર કુણાલ કપૂર કઈ રીતે ગેરહાજર રહી શકે?












Click it and Unblock the Notifications
