Shocking: અભિષેક સાથે કામ કરવામાં રસ નથી ઐશ્વર્યાને..

ઐશ્વર્યા રાયને અભિષેક બચ્ચન સાથે ફિલ્મોમાં કામ કરવામાં કોઇ રસ નથી, તેણે અભિષેક સાથેની ફિલ્મ 'ગુલાબ જામુન' રિજેક્ટ કરી દીધી છે.

ઐશ્વર્યા રાય છેલ્લે કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'માં જોવા મળી હતી અને આ ફિલ્મમાં ઐશ્વર્યા પરથી નજર ખસેડવી ખરેખર મુશ્કિલ હતી. આ ફિલ્મ બાદ એશના ફેન્સ આતુરતાથી તેની આગામી ફિલ્મવી રાહ જોઇ રહ્યાં છે. થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે, એશ અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ 'ગુલાબ જામુન'માં અભિષેક બચ્ચન સાથે સ્ક્રિન શેર કરતી જોવા મળશે. જો કે, તાજેતરના સમાચાર અનુસાર ઐશ્વર્યાએ આ ફિલ્મ રિજેક્ટ કરી દીધી છે.

ગુલાબ જામુન

ગુલાબ જામુન

ડીએનએની રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ અનુરાગ કશ્યપની પ્રોડક્શન કંપનીની છે. તેઓ માત્ર આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે અને ડાયરેક્ટર નવા છે. ઐશ્વર્યાને ફિલ્મની સ્ક્રિપ્ટ ખાસ પસંદ નથી પડી. આથી તેણે સ્ક્રિપ્ટમાં કેટલાક પરિવર્તન કરવાનું જણાવ્યું છે.

રોલ નથી પસંદ

રોલ નથી પસંદ

ઐશ્વર્યાને ગુલાબ જામુનમાં પોતાનો રોલ ખાસ પસંદ નથી પડ્યો, આથી તેણે ફિલ્મની સ્ક્રિપ્ટમાં કેટલાક ચેન્જિસ કરી તેની પાસે પાછા આવવાનું જણાવ્યું છે. ત્યાર બાદ એશ નક્કી કરશે કે આ ફિલ્મ સાઇન કરવી કે નહીં. લાગી રહ્યું છે, એશ પોતાની ફિલ્મોને લઇને વધારે પડતી જ ચૂઝી થઇ ગઇ છે.

અનિલ કપૂર સાથે ફિલ્મ કરી સાઇન

અનિલ કપૂર સાથે ફિલ્મ કરી સાઇન

આ દરમિયાન ઐશ્વર્યાએ અનિલ કપૂર સાથેની ફિલ્મ 'ફેની ખાન' સાઇન કરી લીધી છે. મણિ રત્નમની આગામી ફિલ્મ માટે પણ ઐશ્વર્યાએ હામી ભરી છે. અનુરાગ કશ્યપની 'ગુલાબ જામુન' અંગે અભિ-એશનું કહેવું છે કે, અમે હજુ પણ આ અંગે ચર્ચા કરી રહ્યાં છે.

હમણા કંઇ કહી ન શકાય

હમણા કંઇ કહી ન શકાય

અભિષેકનું કહેવું છે કે, આ અંગે હમણા કંઇ કહેવું ઠીક નથી. ફિલ્મ અંગે પ્રોડ્યસર તરફથી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થાય, એ જ મારા મતે વધુ યોગ્ય છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે; કુછ ના કહો(2003), ગુરુ(2007) અને સરકાર રાજ(2008).

આરાધ્યા અને ઐશ્વર્યા

આરાધ્યા અને ઐશ્વર્યા

આ બધા વચ્ચે અભિષેક બચ્ચને એશ અને આરાધ્યાનો એક સુંદર ફોટો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ ફોટોમાં એશ અને આરાધ્યા ગાર્ડનમાં હીંચકાની મજા માણતા જોઇ શકાય છે. અભિએ કેપ્શનમાં લખ્યું છે, Happiness. સ્પષ્ટ છે કે, ફિલ્મો અને તેના વિવાદોથી દૂર એશ-અભિ પોતાની ફેમિલી લાઇફ એન્જોય કરી રહ્યાં છે.

કાન્સ 2017

કાન્સ 2017

આ વખતનો કાન્સ 2017નો એશ્વર્યાનો લૂક ખૂબ વખણાયો હતો અને એશના તમામ ફેનની માફક જ અભિષેક બચ્ચન પણ જાણે એશ પરથી પોતાની નજર નહોતી ખસેડી શક્યા. તેમણે એશની અમુક તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતાં પોતાનો પ્રેમ જાહેર કર્યો હતો.

કાન્સમાં આરાધ્યા

કાન્સમાં આરાધ્યા

આરાધ્યા બચ્ચન દર વર્ષે એશ સાથે કાન્સમાં જાય છે. આ વખતે કાન્સમાં આરાધ્યાનો કંઇ અલગ જ અવતાર લોકોને જોવા મળ્યો હતો. આરાધ્યા ફોટોગ્રાફર્સ સામે પોઝ આપતી જોવા મળી હતી. અભિષેકે આરાધ્યાનો આ ફોટો અને સાથે એશનો કાન્સનો ફોટો પોસ્ટ કરતાં લખ્યું હતું, હવે ખબર પડી આરાધ્યા આ વસ્તુ(પોઝ આપતાં) ક્યાંથી શીખી! #mothersanddaughters

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X