આને કહેવાય Bad Luck : ઐશને કૅશ ન કરી શક્યાં આ એક્ટર્સ...

મુંબઈ, 4 ઑક્ટોબર : કોઈ પણ બૉલીવુડ અભિનેતાનું આ સપનું હોય કે તે વર્લ્ડ બ્યુટી ઐશ્વર્યા રાય સાથે કમ સે કમ એક વખત તો ઑન-સ્ક્રીન રોમાંસ કરે. ઐશ્વર્યા રાયને સૌંદર્યનું પ્રતીક ગણવામાં આવે છે અને એટલે જ કોઈ પણ અભિનેતા માટે સ્ક્રીન ઉપર ઐશના સૌંદર્ય સાથે પોતાને પરફેક્ટ સાબિત કરવું સરળ નથી હોતું.

આપણે માનીએ છીએ કે કોઈ પણ રોમાંટિક ફિલ્મની સફળતામાં લીડ રોલ કરતા હીરો-હીરોઇન વચ્ચેની કેમિસ્ટ્રીનો સૌથી મોટો ફાળો હોય છે. બૉલીવુડમાં પણ ફિલ્મની સફળતા માટે રાઇટ જોડી ખૂબ જ જરૂરી મનાય છે અને જો એક બાજુ ઐશ્વર્યા રાય હોય, તો તે વધુ જરૂરી બની જાય છે. ઐશ્વર્યા રાયે પોતાના ફિલ્મી કૅરિયર દરમિયાન અનેક અભિનેતાઓ સાથે કામ કર્યું છે અને તેઓ જઝ્બા ફિલ્મ સાથે કમબૅક કરી રહ્યા છે. તેમાં પણ તેઓ ઇરફાન ખાન સાથે આવી રહ્યાં છે.

દરમિયાન ઐશ્વર્યાએ પોતાના ફિલ્મી કૅરિયર દરમિયાન અનેક અભિનેતાઓ સાથે બેસ્ટ જોડી બનાવી હતી, તો કેટલાક અભિનેતાઓ આવું કરવામાં નિષ્ફળ નિવડ્યા હતાં. ઐશે સંજય દત્ત, અજય દેવગણ, ગોવિંદા, અનિલ કપૂર, વિવેક ઓબેરૉય સહિત ઘણા અભિનેતાઓ સાથે કામ કર્યું કે જેમની સાથે ઐશની કેમિસ્ટ્રી લોકોને ગમી નહીં.

ચાલો આજે આપને બતાવીએ ઐશ સાથે બેસ્ટ જોડી ન બનાવી શકનાર એટલે કે ઐશને કૅશ ન કરી શકનાર અભિનેતાઓ :

ઐશ-ગોવિંદા

ઐશ-ગોવિંદા

અલબેલા ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને ગોવિંદાની જોડી હતી, પરંતુ આ ફિલ્મ ફ્લૉપ રહી હતી.

ઐશ-સંજય

ઐશ-સંજય

શબ્દ તથા હમ કિસી સે કમ નહીં ફિલ્મોમાં ઐશ-સંજય દત્તની જોડી લોકોએ નકારી કાઢી.

ઐશ-વિવેક

ઐશ-વિવેક

ક્યોં હો ગયા ના ફિલ્મમાં ઐશને કૅશ કરવામાં નિષ્ફળ રહ્યાં વિવેક ઓબેરૉય.

ઐશ-ઝાયેદ

ઐશ-ઝાયેદ

શબ્દ ફિલ્મમાં ઐશ અને ઝાયેદ ખાનની જોડી હતી.

ઐશ-અજય

ઐશ-અજય

હમ દિલ દે ચુકે સનમ, રેનકોટ તથા હમ કિસી સે કમ નહીં ફિલ્મોમાં ઐશ્વર્યા રાયે અજય દેવગણ સાથે કામ કર્યું. આમાંની એકમાત્ર હમ દિલ દે ચુકે સનમ જ હિટ રહી કે જેમાં સલમાન ખાન લીડ રોલમાં હતાં.

ઐશ-અક્ષય

ઐશ-અક્ષય

આ અબ લૌટ ચલેં ફિલ્મ દ્વારા ઐશ્વર્યા રાય સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અક્ષય ખન્ના ઐશને કૅશ ન કરી શક્યાં. તાલ ફિલ્મમાં પણ ઐશ-અક્ષયની જોડી જામી નહીં.

ઐશ-અભય

ઐશ-અભય

ઔર પ્યાર હો ગયા ઐશ્વર્યા રાય તથા અભય દેઓલ બંનેની પહેલી ફિલ્મ હતી, પરંતુ આ જોડીને લોકોએ નકારી કાઢી.

ઐશ-ચંદ્રચૂડ

ઐશ-ચંદ્રચૂડ

જોશ ફિલ્મમાં ઐશે ચંદ્રચૂડ સિંહ સાથે જોડી બનાવી, પરંતુ લોકોને આ કેમેસ્ટ્રી ગળે નહીં ઉતરી.

ઐશ-અનિલ

ઐશ-અનિલ

તાલ અને હમારા દિલ આપકે પાસ હૈમાં ઐશ-અનિલ કપૂરની જોડી બિનઅસરકારક રહી.

ઐશ-નવીન

ઐશ-નવીન

પ્રોવોક્ડ ફિલ્મમાં ઐશ અને નવીન એન્ડ્ર્યુસની જોડી પણ મિસ-મૅચ લાગતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X