Pics: કોને જોઈને રડી પડ્યાં બ્યુટીફુલ ઐશ્વર્યા રાય?
મુંબઈ, 29 એપ્રિલ : ભૂતપૂર્વ વિશ્વ સુંદરી તથા આદર્શ બૉલીવુડ વહુ ઐશ્વર્યા રાય અંગે અવાર-નવાર ગૉસિપ છપાતી રહે છે, પણ ઐશ્વર્યા રાય આવી અટકળો અંગે કોઈ પ્રત્યાઘાત નથી આપતાં, પરંતુ જ્યારે આટલા ગંભીર અને સમજૂ અભિનેત્રી મહેફિલમાં સૌની સામે રડી પડે, તો આપને આશ્ચર્ય થશે જ ને?
અમને પણ થયું અને તેવા લોકોને પણ આશ્ચર્ય થયું કે જેમણે ઐશ્વર્યા રાયની આંખોમાં પ્રત્યક્ષ આંસુ જોયાં. હકીકતમાં શ્રી સત્ય સાઈબાબાની ત્રીજી પુણ્યતિથિએ શ્રી સત્ય સાઈ સેવા સમિતિ મહારાષ્ટ્ર તથા ગોવાએ એક કાર્યક્રમનું આયોજન મુંબઈ ખાતે કર્યુ હતું કે જેમાં દેશના જાણીતા ગઝલ ગાયક, સંગીતકાર તેમજ શાસ્ત્રીય સંગીતના માંધાતાઓ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં ઐશ્વર્યા રાય પણ વિશેષ અતિથિ તરીકે હાજર હતાં.
આ સાદગીભર્યા કાર્યક્રમમાં ઐશ્વર્યા રાય પણ સાદગીના મલ્લિકા જ નજરે પડ્યાં. ઐશે મિંટ કૉટનનું સૂટ પહેર્યુ હતું અને તેમના ચહેરાએ મેક-અપ પણ નહોતો. તેમના હાથે કે ગળે કોઈ પ્રકારની જ્વૅલરી નહોતી. માથે એક નાનકડી બિંદી તથા ખુલ્લા વાળમાં ઐશ્વર્યા રાય હંમેશા મુજબ ખૂબ જ સુંદર લાગતા હતાં.
આ કાર્યક્રમમાં ઐશ્વર્યા રાયનું સન્માન પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ મુખ્ય અતિથિ હતાં. આ પ્રસંગે કલાકારોની ટચિંગ ગાયિકીએ ઐશ્વર્યા રાયને એકદમથી લાગણીશીલ બનાવી દીધી અને ઐશ્વર્યા પોતાની આંખોથી છલકતા આંસુઓ ન રોકી શક્યાં.
ચાલો બતાવીએ આપને એ તસવીરો :

ઐશ ખાસ મહેમાન
શ્રી સત્ય સાઈબાબાની ત્રીજી પુણ્યતિથિએ યોજાયેલ ઇવેંટમાં ઐશ્વર્યા રાય ખાસ મહેમાન તરીકે હાજર રહ્યાં.

પંકજ ઉધાસ
આ કાર્યક્રમમાં પંકજ ઉધાસ સહિત સંગીતના અનેક દિગ્ગજો હાજર રહ્યાં.

ઐશે માણ્યું સંગીત
ઐશ્વર્યા રાયે આ સંગીત સંધ્યાને ભરપૂર રીતે માણી હતી.

ઐશનું સન્માન
કાર્યક્રમમાં ઐશનું સન્માન પણ કરવામાં આવ્યું.

દિગ્ગજોની હાજરી
દેશના જાણીતા ગઝલ ગાયક, સંગીતકાર તેમજ શાસ્ત્રીય સંગીતના માંધાતાઓ હાજર રહ્યા હતાં.

સાદગીના પ્રતિમૂર્તિ ઐશ
આ સાદગીભર્યા કાર્યક્રમમાં ઐશ્વર્યા રાય પણ સાદગીના મલ્લિકા જ નજરે પડ્યાં. ઐશે મિંટ કૉટનનું સૂટ પહેર્યુ હતું અને તેમના ચહેરાએ મેક-અપ પણ નહોતો.

અને છલકાઈ ગયા આંસુ
આ પ્રસંગે કલાકારોની ટચિંગ ગાયિકીએ ઐશ્વર્યા રાયને એકદમથી લાગણીશીલ બનાવી દીધી અને ઐશ્વર્યા પોતાની આંખોથી છલકતા આંસુઓ ન રોકી શક્યાં. (વધુ તસવીરો જોવા ક્લિક કરો)












Click it and Unblock the Notifications
