ઐશની સ્કાઇપ કરવા ચોથ જોઈ દંગ રહી ગયાં અમિતાભ
મુંબઈ, 23 ઑક્ટોબર : ઐશ્વર્યા રાયે આ વર્ષે કરવા ચોથ ઘણી ટેક્નિકલ રીતે ઉજવી. ઐશના પતિ એટલે કે અભિષેક બચ્ચન કરવા ચોથના દિવસે ભારતમાં નહોતાં. તેઓ શૂટિંગ અર્થે વિદેશમાં હતાં. તેથી ઐશે અભિષેકને પોતાના સ્કાઇપ વડે જોયાં બાદ પોતાનું વ્રત તોડ્યું હતું.

ઐશના સસરા તથા અભિષેકના પિતા એટલે કે અમિતાભ બચ્ચન પોતાના વહુના આ નવા ટેક્નિકલ કરવા ચોથના વ્રતને જોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયાં. તેમણે ટ્વિટર પર લખ્યું પણ કે અમે આ કયા યુગમાં આવી ગયાં કે જ્યાં સ્કાઇપ પર પતિને જોઈ કરવા ચોથના વ્રતને તોડવામાં આવે છે. ઐશ્વર્યા રાય દર વર્ષે આ વર્ષે પણ કરવા ચોથનું વ્રત કરી રહ્યા હતાં, પરંતુ અભિષેક બચ્ચન ભારતમાં નહોતાં. ઐશ અભિષેકના હાથે પાણી પીને તો વ્રત ન તોડી શક્યાં, પણ તેમણે અભિષેકની તસવીર સ્કાઇપ ઉપર જોઈ વ્રત તોડ્યું.
અમિતાભ બચ્ચન પોતાના વહુના આ હાઈટેક વ્રતને જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયાં. તેમણે લખ્યું - અભિષેક શૂટિંગના સિલિસલિામાં ઇન્ડિયામાંથી બહાર ગયેલા છે. તેથી ઐશે પોતાના પતિનો ચહેરો સ્કાઇપ વડે જોયો અને વ્રત તોડ્યો. કયા યુગમાં જીવી રહ્યાં છીએ અમે.












Click it and Unblock the Notifications
