કરણ જૌહરની ફિલ્મ દ્વારા કમબૅક કરશે ઐશ્વર્યા રાય

મુંબઈ, 26 ઑક્ટોબર : બૉલીવુડના આદર્શ વહુ ઐશ્વર્યા રાય કરણ જૌહરની ફિલ્મથી કમબૅક કરી રહ્યાં છે. આવતા મહીને ઐશની પુત્રી આરાધ્યા એક વર્ષની થઈ જશે. તે સાથે જ માતા ઐશ સિલ્વર સ્ક્રીને પરત ફરી શકે છે. સમાચાર એવાં છે કે કરણ જૌહર જૂની હિટ ફિલ્મ બેમિસાલની રીમેક બનાવવા માંગે છે. તેના માટે તેઓ ઐશ્વર્યાને પોતાની ફિલ્મમાં સ્ટારકાસ્ટ કરવા માંગે છે.

Aishwarya Rai

આપને જણાવી દઇએ કે પ્યાર, ત્યાગ અને રોમાંચથી ભરપૂર બેમિસાલ ફિલ્મની વીતેલા જમાનાની સારી ફિલ્મોમાં ગણતરી થાય છે. તે ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રાખી અને વિનોદ મહેરા મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મમાં રાખીનું પાત્ર ઘણું સશક્ત હતું.

તેથી જ કરણ વિચારે છે કે આ દમદાર પાત્ર હવે ઐશ્વર્યા રાય ભજવે. તેથી તેઓ ઐશ સાથે આ અંગે વાત કરવાનાં છે. હવે સૌની નજરો માતા ઐશ પર ટકેલી છે. જોઇએ કે ઐશ્વર્યાનો જવાબ શો હશે? જોકે આ અગાઉ પણ માહિતી મળી હતી કે ઐશ્વર્યા મણિરત્નમની ફિલ્મ દ્વારા કમબૅક કરશે, પરંતુ આ માહિતી પછીથી ખોટી સાબિત થઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X