ઐશ્વર્યા સૌથી જાડાં, પરંતુ સૌથી સ્નેહાળ પણ ખરા
મુંબઈ, 2 જાન્યુઆરી : ઐશ્વર્યા રાય બચ્ચનને લોકો સૌંદર્યની પ્રતિકૃતિ કહે છે, પરંતુ છેલ્લા લગભગ ડોઢ વરસથી મૅડમ ઐશ ફિલ્મોથી દૂર છે. કારણ છે તેમનું મમ્મી બનવું. લોકો તેમના કમબૅકનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યાં છે, પરંતુ મમ્મી ઐશ હજુ પોતાની દીકરી આરાધ્યામાં જ ખૂબ વ્યસ્ત છે. તેથી ફિલ્મો તરફ તેમણે રુખ કર્યો નથી.

જોકે ઐશ્વર્યા રાયની લોકપ્રિયતામાં કોઈ ઓટ આવી નથી. એટલે જ તો ચાહકોની યાદીમાં તેઓ આજે પણ નંબર વન છે. જ્યારથી ઐશ મમ્મી બન્યાં છે, ત્યારથી જ તેઓ ઘણાં જાડાં થઈ ગયાં છે. તેથી અનેક લોકોએ તેમના અંગે તમામ પ્રકારની વાતો પણ ફેલાવી. એમ પણ કહેવાયું કે ઐશ ફરી સગર્ભા થયાં છે, તેથી જાડાં થઈ ગયાં છે, પરંતુ બધી વાતો અફવા સાબિત થઈ. જોકે જાડા થયા પછી પણ ઐશ સૌના દિલો ઉપર રાજ કરે છે. તેનું પ્રમાણ છે કે બૉલીવુડના લાઇફ ઍવૉર્ડમાં મોસ્ટ ફ્લૅબ્યુલસ લૅડીના ઍવૉર્ડથી નવાજાયાં છે.
ઐશે આ ઍવૉર્ડ બૉલીવુડની અન્ય ફૅટ અભિનેત્રીઓ સોનાક્ષી સિન્હા, વિદ્યા બાલન તથા ઝરીન ખાનને માત આપી હાસલ કર્યો છે. ઐશ માટે લોકોએ સૌથી વધુ વોટ કર્યાં. આ યાદીમાં સોનાક્ષી નંબર ટૂ અને વિદ્યા બાલન નંબર 3 તથા ઝરીન નંબર 4 ઉપર રહ્યાં.
ખેર, ઐશને આ ખિતાબ પામી સારૂં લાગ્યુ હશે કે ખરાબ, એ તો વિચારવા જેવી બાબત છે, પરંતુ તેમના ફૅન્સ આ વાતથી ખૂબ ખુશ હશે, કારણ ક ઐશનો જાદુ આજેય લોકોના દિલોમાં જીવિત છે. ભલે તેઓ ફિલ્મોમાં કામ કરે કે ન કરે.












Click it and Unblock the Notifications
