For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઐશ-કૅટ સામ-સામે : ના બોલે તુમ ના મૈંને કુછ કહા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 4 ઑક્ટોબર : બૉલીવુડની બે કાતિલ હસીનાઓ ઐશ્વર્યા રાય અને કૅટરીના કૈફ ન તો ક્યારેય એક-બીજાના વખાણ કરે છે અને ન તો ટીકા. બંનેનો જ પ્રયત્ન હોય છે કે એક-બીજા અંગે કઈં પણ ન કહેવાય. કદાચ આની પાછળનાં કારણમાં સલમાન ખાન છે કે જેના દિલમાં બંનેએ રાજ કર્યું છે. એક વખતે સલમાનનું દિલ ઐશ્વર્યા માટે ધબકતુ હતું, તો એક કાળે કૅટરીના તેમના દિલનો ધબકાર હતી, પરંતુ બંનેનો જ જમાનો હવે વીતી ચુક્યો છે.

Kat-Aish

હંમેશા એક-બીજાથી કપાતી ઐશ-કૅટ વચ્ચે જાણે-અજાણે આમનો-સામનો થઈ જ જાય છે. એવો જ એક પ્રસંગ ઊભો થયો અમેરિકાના શિકાગો ખાતે કે જ્યાં ધૂમ 3નું શુટિં ચાલી રહ્યુ હતું. ફિલ્મમાં ઐશના પતિ અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. ઐશા પોતાની પુત્રી આરાધ્યા સાથે ધૂમ 3ના શુટિંગ સ્થળે પહોંચી ગયાં અને સંજોગોવશાત ત્યાં કૅટરીના કૈફ પણ હાજર હતાં કે જે ધૂમ 3ના હીરોઇન છે.

ઐશ અને કૅટે એક-બીજાને જોઈ સ્માઇલ આપી ઔપચારિકતા પૂર્ણ કરી અને વગર હાય-હેલ્લો કર્યે સામ-સામેથી નિકળી ગયાં. ઐશ તો અભિને મળી પરત ફરી ગયાં અને કૅટ પોતાના શુટિંગમાં વ્યસ્ત થઈ ગયાં, પરંતુ બંને જ સ્ટાર્સના આમના-સામનાએ ફિલ્મી પંડિતોને તેમના વિશે વાત કરવાની અને લોકોને સલમાન ખાન સાથેના રોમાંસને યાદ કરવાની તક આપી દીધી.

English summary
Aishwarya Rai Bachchan and Katrina Kaif were dating Salman Khan at one time. Recently on the sets of Dhoom 3 they bumped into each other but they shred the same cold vibes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X