Pics : મલેશિયામાં ઐશે ધર્યો ગ્રીન અનારકલી અવતાર

ગત મહીને કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની શાનદાર રજુઆત બાદ બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને ગત 1લી જૂને લંડન ખાતે યોજાયેલ એક ચૅરિટી કાર્યક્રમમાં પોતાનું ઓજસ પાથર્યું. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સંગીત સિતારાઓ મૅડોના તથા બેયોંસ પણ હાજર હતાં અને હવે ઐશ તાજેતરમાં જ મલેશિયા ખાતે લોંજિન્સ ઈવેંટમાં. આ ઇવેંટમાં ઐશે ગ્રીન કલરફુલ અનારકલી અવતાર ધર્યો.

લોંજિન્સ એક ઘડિયાળ કમ્પની છે કે જેના ઐશ્વર્યા રાય બ્રાન્ડ એમ્બેસેડર છે. કમ્પનીએ મલેશિયા ખાતે પોતાનો પ્રથમ સ્ટોર ખોલ્યો છે. આ પ્રસંગે ઐશ્વર્યાએ લાઇમ ગ્રીન કલર્ડ એમ્બેલિશ્ડ અનારકલી ફ્લોર લેંથ ગાઉન પહેર્યો હતો. ઐશ્વર્યા રાય અગાઉ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2013માંપણ અનારકલી ગાઉન પહેરી ચુક્યાં છે. અનારકલી સૂટ તથા તેનું ફ્લોર લેંથ ગાઉન લુક ખૂબ જ ક્લૅસી અને એથનિક લાગતુ હતું.

નોંધનીય છે કે ઐશ્વર્યા રાય બૉલીવુડ હસ્તીઓમાંના એક છે કે જેઓ વિવિધ સમારંભોમાં ભારતીય પરમ્પરાગત પહેરવેશમાં દેખાય છે. ભારતની બહાર જ નહિં, પણ ભારતમાં પણ જ્યારે લોંજિન્સ સ્ટોર ખુલ્યો હતો, ત્યારે ઐશ્વર્યાએ ક્રીમ કલરની સાડી પહેરી હતી. આ ભારતીય સુંદરી ભારતીય પરિધાનોમાં વધુ સુંદર લાગે છે.

આવો જોઇએ ઐશના અનારકલી લુકની તસવીરી ઝલક.

અનારકલી ગાઉન

અનારકલી ગાઉન

ઐશે લોંજિન્સ સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ભારતીય પરમ્પરાગત પહેરવેશની પસંદગી કરી.

ભરત કામ ધરાવતું ગાઉન

ભરત કામ ધરાવતું ગાઉન

તેમનું જાળીદાર અનારકલી ગાઉન ભરતકામ સાથે સિલ્વર-ક્રિસ્ટલ વર્ક ધરાવતુ હતું.

લોંજિન્સ વૉચ

લોંજિન્સ વૉચ

ઐશ ગોલ્ડન લોન્જિન્સ વૉચ સાથે પોતાના ટ્રેડિશનલ લુકમાં સુંદર દેખાતા હતાં.

લાઇટ મેક-અપ

લાઇટ મેક-અપ

ઐશે લાઇટ મેક-અપ કર્યુ હતું. તે વધુ ક્લૅસી દેખાતા હતાં.

વાળ પણ શિની

વાળ પણ શિની

ઐશ્વર્યાના ડાર્ક બ્રાઉન વાળ પણ શિની તથા વૉલ્યુમિનસ લાગતા હતાં.

બ્રાન્ડ એમ્બેસેડર

બ્રાન્ડ એમ્બેસેડર

ઐશ્વર્યા રાય લોન્જિન્સ વૉચના બ્રાન્ડ એમ્બેસેડર છે.

હસ્તીઓની હાજરી

હસ્તીઓની હાજરી

આ ઈવેંટમાં ઐશ ઉપરાંત અનેક જાણીતી હસ્તીઓ હાજર હતી.

પોઝ આપતાં ઐશ

પોઝ આપતાં ઐશ

ઐશ્વર્યાએ આ પ્રસંગે કૅમેરા સામે પોઝ પણ આપ્યા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X