કૅટરીનાની એક્ટિંગ જોવા પહોંચ્યા હતાં ઐશ્વર્યા
મુંબઈ, 4 ઑક્ટોબર : અત્યાર સુધી ચારે તરફ ગૉસિપનો બજાર ગર્મ છે કે ધૂમ 3 ફિલ્મના સેટે ઐશ અને કૅટની મુલાકાત તો થઈ, પરંતુ વાતચીત ન થઈ. ઐશ ધૂમ 3ના સેટે અચાનક જ પહોંચી ગયા હતાં.

પોતાના પતિ અભિષેક બચ્ચનને મળવા ઐશ પહોંચ્યા હતાં, પરંતુ આંતરિક સૂત્રોનું કહેવું છે કે સેટ પર ઐશ અભિને એટલા માટે મળવા આવ્યા હતાં જેથી તેઓ જોઈ શકે કે કૅટરીના મૅડમ આખરે ફિલ્મમાં એક્ટિંગ કઈ રીતે કરી રહ્યાં છે. શું તેઓ ફિલ્મમાં તેમના કરતાં વધુ હસીન દેખાઈ રહ્યાં છે?
હવે ઐશની આ વાતની ઉત્સુકતા સ્વાભાવિક પણ છે કારણ કે ધૂમ 2 તેમની હિટ ફિલ્મ હતી અને તે ફિલ્મમાં જ તેઓ પહેલી વાર હૃતિક સાથે દેખાયા હતાં. વર્ષ 2007માં આવેલી ફિલ્મ ધૂમ 2 બાદ જ ઐશે અભિ સાથે લગ્ન કરી લીધા હતાં. ફિલ્મમાં ઐશનો ડસ્ટી લુક અને એક જબર્દશ્ત કિસિંગ સીન હતું. ફિલ્મ જબર્દશ્ત હિટ થઈ હતી, પરંતુ આ વખતની ધૂમમાં અભિષેક બચ્ચન તો રિપીટ થઈ ગયાં, પણ ઐશની જગ્યા લઈ લીધી કૅટે.












Click it and Unblock the Notifications
