‘મે સલમાન ખાનની મારપીટ, બૂમાબૂમ બધુ સહ્યુ છે' : એશનો સૌથી વિસ્ફોટક ઈન્ટરવ્યુ
આજકાલ સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની ચર્ચા ફરીથી એકસાથે થઈ રહી છે જેનુ કારણ છે સંજય લીલા ભણશાળીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ 2.
આજકાલ સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની ચર્ચા ફરીથી એકસાથે થઈ રહી છે જેનુ કારણ છે સંજય લીલા ભણશાળીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ 2. જો કે આવી કોઈ ફિલ્મ છે એના પર અમને શંકા છે પરંતુ મીડિયામાં ચર્ચા છે. આ સાથે બીજી ચર્ચા હતી આ ફિલ્મથી ઐશ્વર્યા રાયના જોડાવાની કે જે એકદમ પાયાવિહોણી લાગી રહી છે. આનુ સીધુ કારણ છે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનો ઈતિહાસ. સારો ઈતિહાસ નહિ ખરાબ ઈતિહાસ. જે રીતે સંબંધોનો અંત થયો કોઈ ક્યારેય એવુ નહિ ઈચ્છે. એશ જ્યારે પહેલી વાર ખુલીને મીડિયા સામે આવી તો તેણે કબૂલ કર્યુ હતુ કે સલમાન તેની સાથે ઝઘડો કરતા હતા, મારપીટ કરતા હતા અને આગલા દિવસે તે એવી રીતે સેટ પર આવતી હતી જાણે કે કંઈ થયુ જ નથી.

મારપીટના નિશાન છૂપાવી રહી હતી
વળી બીજી તરફ જ્યારે તે રિલેશનશીપમાં હતી તો એકવાર તે ફિલ્મફેરના એક ઈવેન્ટમાં કાળા ચશ્મા પહેરીને પહોંચી અને બધાઓ અનુમાન લગાવ્યુ કે તે કોઈ મારપીટના નિશાન છૂપાવી રહી છે. ઐશ્વર્યા રાયનો અત્યાર સુધીનો સૌથી વિસ્ફોટક ઈન્ટરવ્યુ હતો સલમાન ખાનના હિટ એન્ડ રન કેસથી એક કે બે દિવલ પહેલા. જાણો આ ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યા રાયે સલમાન ખાન વિશે શું શું ખુલાસા કર્યા હતા -

રાતે 2 વાગે આવ્યા સલમાન
એશ સલમાનના કોઈ ફોનનો જવાબ નહોતી આપી રહી. એવામાં સલમાન રાતે 2 વાગે આવ્યા અને તેમના અપાર્ટમેન્ટનો દરવાજો ખખડાવવા લાગ્યા. તેમણે દરવાજો ના ખોલવા પર કૂદી જવાની ધમકી પણ આપી હતી.

પીટતા રહ્યા દરવાજો
એશે સલમાનની વાતનો કોઈ જવાબ ન આપ્યો તો સલમાન ત્યાં સુધી દરવાજો પીટતા રહ્યા જ્યાં સુધી લોહી ન નીકળવા લાગ્યુ. આગળ કોઈ સીન ના થાય એટલા માટે એશે દરવાજો ખોલ્યો પરંતુ આગલા દિવસે જ તેમના પિતાએ સલમાન ખાન સામે એફઆઈઆર નોંધાવી.

21માં વર્ષે છોડ્યો પરિવાર
એશે કહ્યુ કે તેમણે સલમાન માટે બધુ કર્યુ. તે માત્ર 21 વર્ષની હતી પરંતુ તેમછતાં સલમાન માટે પોતાની ફેમિલીથી અલગ બીજુ એપાર્ટમેન્ટ લઈને રહેવા લાગી.

સોમી માટે થયો હતો ઝઘડો
એશની માનીએ તો સલમાન ખાન સાથે તેમનો ઝઘડો સોમી અલી માટે થયો હતો. એશને કહ્યા વિના સલમાન, સોમીની મદદ કરવા યુએસ જતા રહ્યા હતા. તેમના પિતા બિમાર હતા અને મદદની જરૂર હતી.

જાતે કર્યુ હતુ કબૂલ
એશે કહ્યુ કે તેમનાથી એ ત્યારે સહન ન થયુ જ્યારે સલમાને પોતે કબૂલ કર્યુ કે તે એમને છેતરી ચૂક્યા છે. તે કોઈ બીજા સાથે પણ હતા. ત્યારબાદ એશે તેમને છોડવાનો નિર્ણય કર્યો.

પોતાનું 100 ટકા આપ્યુ
એશે માન્યુ કે આ રિલેશનશીપમાં તેમણે પોતાનું 100 ટકા આપ્યુ. તેમના પરિવાર સાથે રહી પરંતુ બદલામાં તેમને ચીટર કહેવામાં આવ્યા અને તેમના દરેક કો સ્ટાર સાથે તેમનુ નામ જોડવામાં આવ્યુ.

બધુ સહન કર્યુ હતુ
એશે એ પણ કહ્યુ કે આ રિલેશનશીપને બચાવવા માટે તેમણે બધુ સહન કર્યુ છે - સલમાનનો ગુસ્સો, તેમની બૂમાબૂમ, મારપીટ, આરોપ લગાવવા. જ્યારે કે તે પોતે તેને છેતરી રહ્યા હતા.

મે મારી ઈજ્જત બચાવી
એશે માન્યુ કે તેમણે સલમાનને કૉલ કરવાનું બંધ કરી દીધુ હતુ પરંતુ તે માનતા નહોતા. તેમના સેટ પર તમાશો કરતા હતા અને તેમના પર અફેરનો આરોપ લગાવતા હતા. તેમણે પોતાની ઈજ્જત બચાવવાનું યોગ્ય માન્યુ.

કમિટમેન્ટ સાથે હતો પ્રોબ્લેમ
વળી અમુક સૂત્રોની માનીએ તો એશને કમિટમેન્ટ સાથે પ્રોબ્લેમ હતો કારણકે તે ઝડપથી સફફ થઈ રહી હતી જ્યારે સલમાનને ભરોસો નહોતો એટલા માટે તે કમિટમેન્ટ ઈચ્છતા હતા.

દાવ પર હતી કેરિયર
એશે જણાવ્યુ કે સલમાનના કારણે તેમનુ કેરિયર દાવ પર છે. તેમને ફિલ્મોમાંથી કાઢવામાં આવી રહ્યા છે અને લોકો તેમને અનપ્રોફેશનલ કહી રહ્યા છે. લોકોએ તેમને ફિલ્મમાંથી રિપ્લેસ કરવાનું શરૂ કરી દીધુ છે. આ ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ એ પણ જણાવ્યુ હતુ કે તેમણે સલમાનને સમજાવવાની પૂરી કોશિશ કરી પરંતુ તેઓ એ માનવા તૈયાર જ નથી કે હવે બધુ ખતમ થઈ ચૂક્યુ છે. આ ઈન્ટરવ્યુના બરાબર એક દિવસ બાદ એ દૂર્ઘટના બની જેણે સલમાન ખાનની જિંદગી બરબાદ કરી દીધી. તેમની ગાડી સાથે એક ટકરાઈને એક વ્યક્તિનું મોત થઈ ગયુ અને ચાર ઘાયલ થઈ ગયા.

સલમાન અને ઐશ્વર્યાને અપ્રોચ કર્યા
હવે આ સ્થિતિમાં ઐશ્વર્યા અને સલમાનની સાથે આવવાના સમાચારો તો અફવાઓની અફવાઓ લાગે છે. હા, સંજય લીલા ભણશાળીએ બે અલગ અલગ ફિલ્મો માટે સલમાન અને ઐશ્વર્યાને અપ્રોચ જરૂર કર્યા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
