યુએનએડ્સના સદ્ભાવના દુત બનતાં ઐશ્વર્યા

મુંબઈ, 26 સપ્ટેમ્બર : બૉલીવુડની સ્વરૂપવાન અભિનેત્રી ઐશ્વર્યા રાયને તાજેતરમાં જ એડ્સ વિરુદ્ધ સંઘર્ષ કરનાર સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએનઓ)ના કાર્યક્રમ યુએનએડ્સના સદ્ભાવના દૂત તરીકે પસંદ કરવામાં આવી છે.

Aishwarya-Aradhya

યુએનએડ્સના કાર્યકારી નિયામક માયકલ સિડબીએ આ અંગેની જાહેરાત કરી. સિડબીએ યુએનઓની હેડઑફિસે યોજાયેલ એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી. ઐશ્વર્યા આ જાહેરાતથી બહુ ઉત્સાહિત છે અને તેમણે જણાવ્યું કે તેઓ પુરતા પ્રયત્નો કરશે કે જેથી આ દેશમાં પેદા થનાર દરેક બાળક એડ્સમુક્ત હોય.

ઐશ્વર્યાએ જણાવ્યું, ‘મને લાગે છે કે હું યુએનએડ્સના આ પ્રોજેક્ટ ઉપર સમ્પૂર્ણ ફોકસ કરી શકીશ, કારણ કે એક માતા તરીકે મેં છેલ્લા 10 માસથી પોતાના કરિયરમાંથી બ્રેક લઈ રાખ્યું છે, તો હવે હું પોતાનો સમય પોતાના મુજબ પસાર કરી શકુ છું.'

ઐશ્વર્યાએ આગળ જણાવ્યું, ‘હું એક સેલિબ્રિટી છું તથા ઘણાં પ્રોડક્ટ્સની બ્રાન્ડ એમ્બેસડર પણ છું. મારું આ જગત તે જ હિસાબે ચાલશે, જેમ હું ઇચ્છુ છું. હું એક જ રાતમાં કોઈ મહાત્મા નથી બની ગઈ. હું પોતાના સામાજિક કાર્યોને આગળ ધપાવવા માંગુ છું તેમજ આ સાથે જ પોતાની સમગ્ર એનર્જી કેટલાંક સારા કાર્યોમાં ઉમેરવા માંગુ છું.'

ઉલ્લેખનીય છે કે કેટલાંક સમય અગાઉ જિસ્મ 2 દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર સન્ની લિયોને પણ પ્રાણીઓ માટે સેફ સેક્સનુ કેમ્પેન કર્યુ હતું તેમજ તેના આ એક્ટથી બધા ઘણાં પ્રભાવિત પણ થયા હતાં. હવે ઐશ્વર્યા રાય બાળકોમાં થતા એડ્સને રોકવા ચલાવાતી આ ઝુંબેશમાં જોડાયાં છે.

કહેવાય છે કે આ ઝુંબેશ મુજબ સને 2015 સુધી સમગ્ર દેશમાં બાળકોમાં માતા-પિતા દ્વારા એડ્સ ફેલાવાની આ સંખ્યા ઓછી કરીને એકદમ નાબૂદ કરવાની કોશિશો કરી રહ્યાં છે.

ઐશ્વર્યાએ સાથે એમ પણ કહ્યું કે તેઓ આરાધ્યામાં એટલા બધાં વ્યસ્ત રહે છે કે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને યાદ કરવાનો સમય જ નથી મળતો. હાલ અત્યારે તો ઐશ્વર્યા રાય પોતાની પુત્રી સાથે જ ખુશ છે અને કમબેક કરવાનો તેમનો કોઈ ઇરાદો નથી. પરંતુ શક્ય છે કે આરાધ્યા થોડીક મોટી થાય, પછી બૉલીવુડના આ મિસ વર્લ્ડ ફિલ્મોમાં કમબેક કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X