શાહરુખ ખાન સાથે ટુંકમાં જ કમબૅક કરશે ઐશ્વર્યા રાય
મુંબઈ, 5 એપ્રિલ : છેલ્લા બે વરસથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેનાર ઐશ્વર્યા રાય ટુંકમાં જ રૂપેરી પડદે પરત ફરવાનાં છે. ખાસ બાબત એ છે કે ઐશ્વર્યા રાય હવે શાહરુખ ખાન સાથે એક રોમાંટિક મૂવીમાં નજરે પડનાર છે.

હા જી. ટુંકમાં જ રૂપેરી પડદે લોકોને શાહરુખ-ઐશ્વર્યા વચ્ચે રોમાંસ જોવા મળી શકે છે. ફિલ્મનું નામ છે હૅપ્પી ન્યુ ઈયર. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક ફરાહ ખાન છે. જોકે ફિલ્મમાં અભિષેક બચ્ચન પણ છે. આમ છતાં કહેવાય છે કે ફરાહ ખાનની આ ફિલ્મમાં શાહરુખ-ઐશ્વર્યા એક જુદા જ અંદાજમાં જોવા મળી શકે છે.
નોંધનીય છે કે શાહરુખ-ઐશની જોડી અગાઉ જોશ અને દેવદાસ જેવી ફિલ્મોમાં દેખાઈ ચુકી છે. ઐશ્વર્યા રાયે પુત્રી આરાધ્યાને જન્મ આપ્યા બાદ કોઈ પણ ફિલ્મ નથી કરી. જોકે 39 વર્ષીય ઐશ્વર્યા રાયની વધુ એક ફિલ્મ અંગે ચર્ચા ચાલી રહી છે કે જેમાં તેઓ 25 વર્ષીય વરુણ ધવન સાથે રોમાંસ કરનાર છે.
ઐશ્વર્યા છેલ્લી વખત હૃતિક રોશન સાથે ગુઝારિશ ફિલ્મમાં દેખાયા હતાં. તેના પછી તેમને હીરોઇન ફિલ્મ માટે પસંદ કરવામાં આવ્યા હતાં, પરંતુ સગર્ભા હોવાના કારણે તેમણે અધવચ્ચે જ ફિલ્મ છોડી દીધી હતી અને પછી કરીના કપૂરની ઝોળીમાં આ ફિલ્મ ગઈ હતી.












Click it and Unblock the Notifications
