શું બાબા રામદેવના પાત્રમાં જોવા મળશે અજય દેવગણ?

Written By:
Subscribe to Oneindia News

શાહરૂખ ખાન-સલમાન ખાનથી માંડીને રણબીર કપૂર સુધી, સૌ કોઇ આજ-કાલ બાયોપિક ફિલ્મની પાછળ પડ્યાં છે. આ લિસ્ટમાં હવે એક નવું નામ જોડાયું છે, અજય દેવગણનું. જી હા, ઉપલબ્ધ જાણકારી અનુસાર અજય દેવગણ જલ્દી જ બાબા રામદેવના પાત્રમાં જોવા મળનાર છે. પહેલાં આ પાત્ર વિક્રાંત મેસી ભજવવાના હતા, પરંતુ તાજેતરની જાણકારી અનુસાર હવે અજય દેવગણે જાતે જ આ પાત્ર ભજવવાનું નક્કી કરી લીધું છે.

બાબા રામદેવના પાત્રમાં અજય દેવગણ

બાબા રામદેવના પાત્રમાં અજય દેવગણ

અજય દેવગણ બાબા રામદેવ પર આધારિત એક ટેલિવિઝન શો પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. હવે ખબર આવી છે કે, અજય પોતે જ આ શોમાં બાબા રામદેવનું પાત્ર ભજવનાર છે. જો કે, આ અંગે કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી થઇ. શક્ય છે કે, અજય દેવગણના કારણે આ બાયોપિકને મોટા પડદાની ફિલ્મનું સ્વરૂપ મળે.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ પણ બાયોપિકની રેસમાં છે. સુભાષ ચંદ્ર બોઝ આધારિત એક વેબ સીરિઝમાં તેઓ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. રાજકુમાર રાવ આ પાત્ર ખૂબ સરસ રીતે ભજવશે, આ બાબતમાં શંકાને કોઇ સ્થાન નથી. પહેલીવાર વેબ સીરિઝના રૂપમાં આવી બાયોપિક જોવા મળશે.

સોહેલ ખાન

સોહેલ ખાન

'સુલતાન' બાદ સલમાન ખાન અન્ય એક પહેલવાનની બાયોપિક લઇને આવી રહ્યાં છે. સલમાન ખાનના બેનર હેઠળ ગામા પહેલવાનની બાયોપિક બનનાર છે, ઉપલબ્ધ જાણકારી અનુસાર આ બાયોપિક એક ટીવી સીરિઝ હશે, જેમાં સોહેલ ખાન મુખ્ય પાત્રમાં જોવા મળશે. સલમાન ખાન પહેલી વાર ટીવી પર બાયોપિક પ્રોડ્યૂસ કરવા જઇ રહ્યાં છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

બોલિવૂડની વાત કરીએ, તો હાલ ત્રણ એવી બાયોપિક ફિલ્મો લાઇનમાં છે, જેની સૌથી વધુ રાહ જોવાઇ રહી છે. પહેલી છે બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલની બાયોપિક, જેમાં શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળનાર છે. શ્રદ્ધાએ આ ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હસીના પારકર પર આધારિત ફિલ્મ

હસીના પારકર પર આધારિત ફિલ્મ

બીજી બાયોપિક પણ શ્રદ્ધા કપૂરની જ છે. દાઉદની બહેન હસીના પારકર પર આધારિત ફિલ્મમાં પણ શ્રદ્ધાનો મેઇન રોલ છે. આ ફિલ્મમાં શ્રદ્ધાનો ભાઇ જ દાઉદના રોલમાં જોવા મળનાર છે. આપૂર્વ લાખિયાની આ ફિલ્મ આ વર્ષ જ રીલિઝ થશે.

દત્ત બાયોપિક

દત્ત બાયોપિક

સંજય દત્તની બાયોપિક તો એનાઉન્સ થઇ ત્યારથી ચર્ચામાં છે. રણબીરનો લૂક્સ, સંજય દત્તના રણબીર અંગેના નિવેદનો વગેરેને કારણે આ બાયોપિક ફિલ્મ સતત ચર્ચામાં રહી છે. રાજકુમાર હિરાણી આ ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યાં છે અને રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

અક્ષય કુમારની 'ગોલ્ડ'

અક્ષય કુમારની 'ગોલ્ડ'

અક્ષય કુમારની બાયોપિક ફિલ્મ પણ લાઇનમાં છે. રીમા કાગતીના નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મનું નામ છે 'ગોલ્ડ'. રાષ્ટ્રીય રમત હૉકી પર આધારિત આ ફિલ્મમાં અક્ષય હૉકી કોચ બલબીર સિંહની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

English summary
Ajay Devgan to play Baba Ramdev in a biopic based on Yoga Guru.
Please Wait while comments are loading...