આ શું? શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ પર અજયની સવારી!

મુંબઈ, 15 ડિસેમ્બર : આપને આશ્ચર્ય થયું ને? આખરે આ કેમ થઈ ગયું? પરંતુ મિત્રો આ જ હકીકત છે કે શાહરુખની આવતા વર્ષે રિલીઝ થનાર ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મની સવારી હવે બૉલીવુડના સિંઘમ અજય દેવગણ કરશે. હવે આપ વિચારતાં હશો કે હજુ ગયા મહીને બંને સિતારાઓ એટલે કે શાહરુખ ખાન અને અજય દેવગણ વચ્ચે એટલો મોટો સંઘર્ષ ઊભો થયો હતો અને આમ કેવી રીતે બની શકે?

Salman-Ajay-Shahrukh

તો આપને બતાવી દઇએ કે હકીકતમાં આ બધુ શક્ય થયું ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસના દિગ્દર્શક રોહિત શેટ્ટીના કારણે. રોહિતે અજયને પોતાની ફિલ્મમાં સ્પેશિયલ રોલની ઑફર કરી તથા અજય ઇનકાર ન કરી શક્યાં, કારણ કે અજય-રોહિત ખૂબ સારા મિત્રો છે. તેથી અજયે પોતાના એક મિત્ર સલમાન ખાનને બીજા મિત્ર રોહિત શેટ્ટી માટે છોડી દીધો તથા તમામ મતભેદ છતાં શાહરુખની ફિલ્મમાં કામ કરવાની ઑફર સ્વીકારી લીધી.

આપને જણાવી દઇએ કે શાહરુખની ફિલ્મ જબ તક હૈ જાન તથા અજય દેવગણની સન ઑફ સરદાર ફિલ્મની રિલીઝ ડેટ અંગે બંને વચ્ચે ખૂબ તણખલા ઝર્યા હતાં. તમામ ઝગડાં બાદ પણ બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ અને સારો એવો બિઝનેસ પણ કરી ગઈ. શાહરુખ વિરુદ્ધ મોર્ચો માંડનાર અજયને સલમાન ખાને પૂરો ટેકો આપ્યો. તેમણે ટ્વિટર પર શાહરુખને અજય માટે ફટકાર્યો અને અજય માટે તેમની ફિલ્મમાં એક આયટમ નંબર પણ કર્યો હતો, પરંતુ અજયની આવી હરકત સલમાનને વિચારવા માટે મજબૂર કરી શકે છે? જોઇએ કે સલમાન આ વાત અંગે અજયને કોઈ જવાબ આપે છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X