અજય-શાહરુખ વચ્ચે કોઈ મતભેદ નથી
મુંબઈ, 6 નવેમ્બર : શાહરુખ ખાન અને અજય દેવગણ પોત-પોતાની ફિલ્મો અંગે આજકાલ ખૂબ ચર્ચામાં છે. બંને એક-બીજા અંગે કોઈ પણ પ્રકારની કૉમેન્ટ કરવાથી બચી રહ્યાં છે, પરંતુ મીડિયાએ એવો હંગામો ઊભો કરી રાખ્યો છે કે સન ઑફ સરદાર (એસઓએસ) અને જબ તક હૈ જાન (જેટીએચજે) મુદ્દે બંને એક્ટરો વચ્ચે ઘમાસાણ ચાલે છે. કોઈ કહે છે કે અજયે યશ રાજ બૅનરને લીગલ નોટિસ મોકલાવી છે, તો કોઈ એમ કહે છે કે શાહરુખ અજયને પોતાની ફિલ્મ દીવાળી બાદ રિલીઝ કરવાની વિનંતી કરી રહ્યાં છે.

જોકે અજય અને શાહરુખ બંનેએ પોતાના દરેક એક સ્ટેટમેંટમાં એમ જ કહ્યું છે કે આ સ્પર્ધા બે કંપનીઓ વચ્ચે છે, નહિં કે અમારા બે એક્ટરો વચ્ચે. અજયે જણાવ્યું કે શાહરુખ ખાન યશ રાજ બૅનર સાથે મારો કાનૂની ઝગડો સાથે સંકળાયેલાં નથી. બીજી બાજુ શાહરુખે પણ જણાવ્યું કે આ બે કંપનીઓ વચ્ચેની વાત છે. મારો તેની સાથે કોઈ સંબંધ નથી. અજય સાથે મારી કોઈ દુશ્મની નથી. હું ઇચ્છુ છું કે સન ઑફ સરદાર અંગે જે કઈં પણ મુશ્કેલીઓ ચાલી રહી છે, તે જલ્દીથી જલ્દી ખતમ થઈ જાય.












Click it and Unblock the Notifications
