Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અજય દેવગનનો સિંઘમ અવતાર, બે સુપરસ્ટારનો ધમાકેદાર એક્શન સીન

છેલ્લા ઘણા દિવસથી રણવીર સિંહની ફિલ્મ સિમ્બા વિશે ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મ એકવાર ફરી સમાચારોમાં છે.

છેલ્લા ઘણા દિવસથી રણવીર સિંહની ફિલ્મ સિમ્બા વિશે ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મ એકવાર ફરી સમાચારોમાં છે. પરંતુ આ વખતે તેની કારણ રણવીર સિંહ નહીં પરંતુ ફિલ્મમાં એન્ટ્રી લેનાર નવા સ્ટાર વિશે છે. આ વાત પહેલાથી સામે આવી ચુકી હતી કે અજય દેવગન આ ફિલ્મમાં એક શાનદાર કેમિયો કરી શકે છે. હવે આ ફિલ્મમાં તેમના રોલ અંગે એક માહિતી આવી છે, જે અજય દેવગન ફેન્સ માટે ખુબ જ સારા સમાચાર છે.

મળતી માહિતી અનુસાર અજય દેવગન આ ફિલ્મમાં બાજીરાવ સિંઘમ રોલમાં જ કેમિયો કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ સીનમાં રણવીર સિંહ અને અજય દેવગન શાનદાર એક્શન કરતા જોવા મળશે. એટલું જ નહીં પરંતુ આ બંને સ્ટાર સાથે અનિલ કપૂર પણ કંઈક આવો જ રોલ કરતા જોવા મળશે.

રણવીર સિંહની સિમ્બા ફુલ મસાલેદાર બોલિવૂડ ફિલ્મ છે. રણવીર સિંહ આ ફિલ્મમાં એક દબંગ પોલીસની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ માટે રણવીર સિંહ એ પોતાની બોડી પર પણ ખુબ જ કામ કર્યું છે. આ ફિલ્મ 28 ડિસેમ્બર 2018 દરમિયાન રિલીઝ થશે. જાણો કેમ સિમ્બા બની શકે છે 2018ની સુપરહિટ ફિલ્મ...

ધાંસૂ અવતાર

ધાંસૂ અવતાર

આ ફિલ્મમાં પહેલીવાર રણવીર સિંહ પોલીસની ભૂમિકા ભજવી રહ્યા છે. આ પહેલા રણવીર સિંહ એક્શન તો કરી ચૂક્યા છે. પરંતુ તેમનું આવું ફિઝિક પહેલીવાર દેખાઈ રહ્યું છે.

રણવીર સિંહ ધમાકા

રણવીર સિંહ ધમાકા

પદ્માવત બાદ રણવીર સિંહ સિમ્બામાં અલગ જ રોલમાં દેખાઈ રહ્યા છે. દમદાર એક્શન કરતા રણવીરને સ્ક્રીન પર જોવા રસપ્રદ રહેશે.

ધમાકેદાર એક્શન

ધમાકેદાર એક્શન

સિમ્બા એક હાર્ડકોર એક્શન ફિલ્મ હશે. પોલીસના રોલમાં રણવીર સિંહ દબંગ અંદાજમાં એક્શન કરતા દેખાશે. ફિલ્મમાં પોલીસનો રોલ કરી રહેલા રણવીર સિંહના પાત્રનું નામ છે સંગ્રામ ભાલેરાવ.

રોહિત શેટ્ટી સ્પેશિયલ

રોહિત શેટ્ટી સ્પેશિયલ

રોહિત શેટ્ટીએ ડિરેક્ટર્સમાંના એક છે, જેમની પોતાની જ ફેન ફોલોઈંગ છે. જ્યારે રોહિત શેટ્ટી કોઈ ફિલ્મ કરે છે, તો લોકોની ઈંતેજારી પણ વધી જાય છે.

એકદમ ફ્રેશ જોડી

એકદમ ફ્રેશ જોડી

સેફ અલી ખાનની પુત્રી સારા આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. કોઈ શંકા નથી કે રણવીર સાથે તેનો ડેબ્યુ ધમાકેદાર હશે.

ખાસ છે રિલીઝ ડેટ

ખાસ છે રિલીઝ ડેટ

પહેલા આ ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મ સાથે ક્લેશ થતી હતી. પરંતુ રોહિત શેટ્ટીએ ફિલ્મને એક અઠવાડિયું પોસ્ટપોન્ડ કરી. હવે ફિલ્મ 28 ડિસેમ્બરે રિલીઝ થશે. નવા વર્ષનો ઉત્સાહ અને રોહિત શેટ્ટીની ફિલ્મ. બોક્સ ઓફિસ હિટ તો ફાઈનલ છે.

આંખ મારે ઓ લડકા આંખ મારે

આંખ મારે ઓ લડકા આંખ મારે

90sના સુપરહિટ ગીત આંખ મારે ઓ લડકા આંખ મારે પર આ ફિલ્મમાં રણવીર સિંહ અને સારા અલી ખાન ડાન્સ કરતા દેખાશે. જેની કોરિયોગ્રાફી ગણેશ આચાર્ય કરી રહ્યા છે. આ ગીત ફિલ્મને વધુ ધમાકેદાર બનાવી રહ્યું છે. ગીતને રિમિક્સ કરવાની જવાબદારી તનિષ્ક બાગચી સંભાળી રહ્યા છે.

ટેમ્પરની રીમેક

ટેમ્પરની રીમેક

આ ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ ટેમ્પરની રીમેક છે. તેલુગુ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

બિગ બેનર

બિગ બેનર

ફિલ્મ સિમ્બા કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહી છે. એટલે ફિલ્મનું પ્રમોશન પણ જબરજસ્ત હશે.

અજય દેવગણ અને...

અજય દેવગણ અને...

તાજેતરમાં જ સામે આવ્યું છે કે સિમ્બામાં અજય દેવગણની સાથે અનિલ કપૂર પણ કેમિયો કરતા દેખાશે. જી હાં, રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં હવે અનિલ કપૂરની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. રણવીર સિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X