પુત્ર પ્રોત્સાહન આપે છે ચૅરિટી કરવા માટે : અક્ષય કુમાર
મુંબઈ, 30 એપ્રિલ : બૉલીવુડના ઘણાં અભિનેતાઓ સમયાંતરે સામાજિક સંસ્થાઓને મદદ કરવા માટે ચર્ચામાં રહે છે. હવે તેમાં વધુ એક નામ અક્ષય કુમારનું જોડાઈ ગયું છે. કહે છે કે અક્ષય કુમાર પુત્રના કહેવા પર ચૅરિટી કરે છે. અક્ષયનો પુત્ર આરવ સામાન્ય રીતે ચૅરિટેબલ સંસ્થાઓમાં પોતાના કપડાં અને રમકડાં દાન કરવા જાય છે.

આરવ પિતા અક્ષય કુમારને પણ પ્રોત્સાહન આપે છે. આરવ અને અક્ષય જ્યારે પણ પોતાના કબાટ સાફ કરે છે, ત્યારે તેમના માટે બિનઉપયોગી એવી અનેક વસ્તુઓ નિકળે છે કે જે આરવ અક્ષય સાથે અંધેરી ખાતે આવેલ અનાથાલય જઈ દાન કરે છે.
મળતી માહિતી મુજબ આરવે જ્યારે બાળકોને શિક્ષિત કરવાના એક કાર્યક્રમ અંગે જાણ્યું, તો અક્ષય કુમારને તેમાં મદદ માટે કહ્યું. આરવ હજી 11 વરસનો છે, પરંતુ તે લોકોને પર્યાવરણ અંગે બતાવવા અને વધુ ઝાડ ઉગાડવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.
નોંધનીય છે કે અક્ષય કુમારે સ્વર્ગસ્થ સુપર સ્ટાર રાજેશ ખન્નાના પુત્રી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે અને તેમને એક પુત્ર આરવ ઉપરાંત એક પુત્રી પણ છે કે જેનો જન્મ રાજેશ ખન્નાના નિધન બાદ થયો હતો.












Click it and Unblock the Notifications
