Pics : એડવાંસ ટૅક્સમાં ખાન્સને મ્હાત આપતો ખેલાડી

મુંબઈ, 19 માર્ચ : અગ્રિમ કર અંગે કોઈ પણ વ્યક્તિ ખુલીને વાત નથી કરતી, પરંતુ અગ્રિમ કર ચુકવણીકારોની યાદીએ આ વર્ષે થોડીક સરપ્રાઇઝો આપી છે. છેલ્લા થોડાંક વરસથી સલમાન ખાનની ફિલ્મો બૉક્સ ઑફિસે બ્લૉકબસ્ટર સાબિત થતી રહી છે, પરંતુ આ વખતે અક્ષય કુમારે અગ્રિમ કર ચુકવણીમાં બાઝી મારી લીધી છે. બૉલીવુડના આ ખેલાડીએ આ વખતે ખાન્સને મ્હાત આપી દીધી છે.

સૂત્રોએ આપેલા આંકડા મુજબ અક્ષય કુમારે 18 કરોડ રુપિયાનો અગ્રિમ કર ચુકવ્યો છે. આમ કરી તેઓ સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન કરતાં આગળ નિકળી ગયા છે. અક્ષય કુમારે ગત વર્ષે હાઉસફુલ 2, રાઉડી રાઠોડ અને ઓહ માય ગૉડ જેવી ફિલ્મોની સફળતા પ્રાપ્ત કરનાર અક્ષયે આ વર્ષની શરુઆત પણ ખિલાડી 786 અને સ્પેશિયલ 26 જેવી સારી ફિલ્મ સાથે કરી. જોકે અક્ષયે ગત વર્ષે 20 કરોડ રુપિયા અગ્રિમ કર ચુકવ્યો હતો. આ વર્ષે તેમનો આંકડો ઘટ્યો છે. એંથની ડિસૂઝાની બૉસ ઇન બૅંગકૉક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત અક્ષય આ અંગે પ્રત્યાઘાત ઉપલબ્ધ થયાં નહોતાં.

આ વર્ષે સલમાન ખાન બીજા અને શાહરુખ ખાન ત્રીજા સ્થાને રહ્યાં છે. બીજી બાજુ અભિનેત્રીઓમાં કૅટરીના કૈફ ટોચે રહ્યાં છે, તો નાનકડા માર્જિન સાથે કરીના કપૂર બીજા ક્રમે રહ્યાં છે. પ્રિયંકા ચોપરા તેમની પાછળ રહ્યાં છે.

આવો આપણે તસવીરો વડે જાણીએ કોણે-કેટલો અગ્રિમ કર ચુકવ્યો.

ખાન્સને મ્હાત આપતો ખેલાડી

ખાન્સને મ્હાત આપતો ખેલાડી

અક્ષય કુમારે આ વર્ષે 18 કરોડ રુપિયાનો અગ્રિમ કર ચુકવ્યો છે. આમ કરી તેઓ સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન કરતાં આગળ નિકળી ગયા છે. જોકે અક્ષયે ગત વર્ષે 20 કરોડ રુપિયા અગ્રિમ કર ચુકવ્યો હતો.

સલમાન બીજા સ્થાને

સલમાન બીજા સ્થાને

આ વર્ષે સલમાન ખાન બીજા ક્રમે રહ્યાં છે કે જેમણે 11 કરોડ રુપિયા અગ્રિમ કર તરીકે ચુકવ્યાં છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

રુપિયા 10.5 કરોડની અગ્રિમ કર ચુકવણી સાથે શાહરુખ ત્રીજા સ્થાને રહ્યાં છે.

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાને અગ્રિમ કર તરીકે 8 કરોડ રુપિયાની ચુકવણી કરી છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

અભિનેત્રીઓમાં કૅટરીના કૈફ ટોચે રહ્યાં છે. તેમણે 4.5 કરોડ રુપિયાનો અગ્રિમ કર ચુકવ્યો છે.

કરીના કપૂર

કરીના કપૂર

નાનકડા માર્જિન સાથે કરીના કપૂર બીજા ક્રમે રહ્યાં છે. તેમણે રુપિયા 4 કરોડનો અગ્રિમ કર ચુકવ્યો છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા અગ્રિમ કર ચુકવણી બાબતમાં કરીના કરતાં બહુ પાછળ છે. તેમણે 2 કરોડ રુપિયાની અગ્રિમ કરની ચુકવણી કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X