અજય દેવગનની સતત 3 ફિલ્મો, અક્ષયની 5, પાછળ છે આ 10 સુપરસ્ટાર

ગત વર્ષે મોટા બજેટની અને કેટલાક સુપરસ્ટારની ફિલ્મોએ દર્શકોને નિરાશ કર્યા. તો આ વર્ષે એટલે કે 2019માં તમામ સ્ટાર્સ આ નુક્સાન ભરપાઈ કરવા તૈયાર છે.

ગત વર્ષે મોટા બજેટની અને કેટલાક સુપરસ્ટારની ફિલ્મોએ દર્શકોને નિરાશ કર્યા. તો આ વર્ષે એટલે કે 2019માં તમામ સ્ટાર્સ આ નુક્સાન ભરપાઈ કરવા તૈયાર છે. કદાચ એટલે જ એક બાદ એક આ વર્ષે સંખ્યાબંધ નવી ફિલ્મોની જાહેરાત થઈ રહી છે. એક તરફ જ્યાં ઝીરો ફ્લોપ થયા બાદ આ વર્ષે શાહરુખ ખાનની એક પણ ફિલ્મ નથી આવી રહી, તો બીજી તરફ સલમાન ખાન માત્ર એક જ ફિલ્મ પર ધ્યાન આપી રહ્યા છે.

તો આ વર્ષે કેટલાક સ્ટાર્સ માત્ર 1-2 નહીં પરંતુ 5-5 ફિલ્મો આવી રહી છે. જી હાં, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મામલે પણ અક્ષયકુમાર ટોપ પર છે. એમ કહી શકાય કે 2019નું વર્ષ અક્ષયકુમારના નામે રહી શકે છે.

આ પણ વાંચો: અજય દેવગનથી સલમાન ખાન સુધી, કૉપી કરીને બન્યા બ્લૉક બસ્ટર, હવે વધુ એક 200 કરોડી ફિલ્મ

અક્ષય કુમારની પાછળ આ લિસ્ટમાં કેટલાક સ્ટાર્સ સામેલ છે. તો ચાલો જોઈ લઈ કે બોલીવુડ સ્ટાર્સના નામ જે આ વર્ષે 2થી વધુ ફિલ્મો કરી રહ્યા છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

ખિલાડી કુમારે 2019નું વર્ષ સંપૂર્ણ રીતે બુક કરી લીધું છે. આ વર્ષે તેમની 5 ફિલ્મો આવી રહી છે, જેમાં કેસરી, હાઉસફૂલ 4, સૂર્યવંશમ, મંગલ મિશન અને ગુડ ન્યૂઝ સામેલ છે.

અજય દેવગન

અજય દેવગન

આ વર્ષે અજય દેવગન પણ ત્રણ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. ટોટલ ધમાલ, તાનાજી અને દે દે પ્યાર દે !

પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરા

પરિણીતિની પાસે ત્રણ ફિલ્મો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે જબરિયા જોડી, અક્ષય કુમાર સાથે કેસરી અને અર્જુન કપૂર સાથે સંદીપ અને પિંકી ફરાર નામની ફિલ્મો કરી રહ્યા છે.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

અર્જુન કપૂર પણ આ વર્ષે 3 મોટી ફિલ્મો કરી રહ્યા છે. રાજકુમાર ગુપ્તાની ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ, આશુતોષ ગોવારીકરની પાનીપત અને દિબાકર બેનર્જીની સંદીપ અને પિંકી ફરાર

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આ વર્ષે જબરિયા જોડી, દિલ માંગે મોર અને મરજાંવા જેવી ફિલ્મો કરી રહ્યા છે.

સંજય દત્ત

સંજય દત્ત

તો સંજય દત્ત પાસે પણ પાણીપત, ટોરબાજ અને કલંક એમ ત્રણ ફિલ્મો છે.

કૃતિ સેનન

કૃતિ સેનન

કૃતિ સેનન આ વર્ષે લુક છુપ્પી, પાનીપત અને હાઉસ ફૂલ 4માં દેખાશે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરની પાસે પણ 2019ની મોટી ફિલ્મો છે. તે સાહો, સાયના નેહવાલની બાયોપિક અને છિછોરેમાં દેખાશે.

સુશાંતસિંહ રાજપૂત

સુશાંતસિંહ રાજપૂત

સુશાંતસિંહ પણ આ વર્ષે સોન ચિરિયા, ડ્રાઈવ અને છિછોરે જેવી મોટી ફિલ્મો કરી રહ્યા છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ પાસે 2019માં રણવીરસિંહની સાથે 'ગલી બૉય', રણબીર કપૂરની સાથે બ્રહ્માસ્ત્ર અને વરુણ ધવન સાથે કલંક છે.

મૌની રૉય

મૌની રૉય

મૌની રૉય મેડ ઈન ચાઈના, બ્રહ્માસ્ત્ર અને રોમિયો અકબર વૉલ્ટર જેવી ફિલ્મો કરી રહ્યા છે.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ આ વર્ષે એક લડકી કો દેખા તો એસા લગા, મેન્ટલ હૈ ક્યા અને મેડ ઈન ચાઈના જેવી ફિલ્મો કરનારા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X