Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Akshay Kumar Birthday: આટલા કરોડની કુલ સંપત્તિના માલિક છે અક્ષય કુમાર, વાર્ષિક કમાણી જાણીને ચોંકી જશો

અક્ષય કુમારના જન્મદિવસના અવસર પર અમે તમને તેમની કુલ સંપત્તિ અને વાર્ષિક કમાણી વિશે જણાવીએ.

મુંબઈઃ બૉલિવુડનો સુપર સ્ટંટ હીરો અક્ષય કુમાર પોતાની એક્ટિંગ અને ફિટનેસ માટે આખી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ છે. લોકો તેમના શિસ્તબદ્ધ સ્વભાવ અને દિનચર્યાના વખાણ કરતા થાકતા નથી. સામાન્ય લોકો ઉપરાંત બૉલિવુડ સેલેબ્સ પણ તેની ફિટનેસના ચાહક છે. જો કે અક્ષય કુમારની ફિલ્મો છેલ્લા અમુક સમયથી બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી પરંતુ લોકોને આશા છે કે ટૂંક સમયમાં જ તેનો જાદૂ ફરી એકવાર મોટા પડદા પર ચાલશે. આજે અક્ષય કુમારનો જન્મદિવસ છે. તે 55 વર્ષનો છે પરંતુ તેને જોઈને કોઈ કહી શકે કે તેની ઉંમર આટલી વધુ છે. આજે પણ તે ફિટનેસના મામલામાં પોતાનાથી નાના કોઈ પણ હીરોને માત આપી શકે છે. તેમના જન્મદિવસના અવસર પર અમે તમને તેમની કુલ સંપત્તિ અને વાર્ષિક કમાણી વિશે જણાવીએ.

રૉયલ લાઈફ જીવે છે અક્ષય કુમાર

રૉયલ લાઈફ જીવે છે અક્ષય કુમાર

પંજાબના અમૃતસરમાં જન્મેલા અક્ષય કુમારે ફિલ્મ 'સૌગંધ' ફિલ્મથી બૉલિવુડમાં પોતાના અભિનયની શરૂઆત કરી હતી. અક્ષય કુમારે કૉમેડી, નેગેટિવ અને લીડ હીરોના પાત્રો ભજવ્યા છે. લોકોએ તેને દરેક પાત્રમાં પસંદ કર્યો છે. તમને જણાવી દઈએ કે અક્ષય કુમારે હિન્દી ફિલ્મના સુપરસ્ટાર હીરો રાજેશ ખન્નાની મોટી દીકરી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે. ટ્વિંકલ ખન્ના પણ લગ્ન પહેલા બૉલીવુડની જાણીતી હિરોઈન રહી ચૂકી છે. જો કે લગ્ન બાદ તેણે ફિલ્મોથી અંતર જાળવી લીધુ હતુ. અક્ષય પોતાના પરિવાર સાથે મુંબઈમાં શાહી જીવન જીવે છે.

એક મહિનામાં કમાય છે 10 કરોડ રુપિયા

એક મહિનામાં કમાય છે 10 કરોડ રુપિયા

અક્ષય કુમારની નેટવર્થ વિશે જાણીને આશ્ચર્ય થશે. ફિલ્મીસિયાપ્પાના રિપોર્ટ અનુસાર અક્ષય કુમારની કુલ સંપત્તિ લગભગ 2414 કરોડ રૂપિયા છે. વર્ષ 2021માં તેમની કુલ સંપત્તિ 325 મિલિયન ડૉલર હોવાનુ કહેવાય છે. મળતી માહિતી મુજબ અક્ષયની લાઈફસ્ટાઈલ હંમેશા લાઈમલાઈટમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અક્ષય એક મહિનામાં 10 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. અક્ષય તેના પરિવાર સાથે વૈભવી જીવન જીવે છે. તે પાર્ટીઓનો બિલકુલ શોખીન નથી અને જીવન સાદગીથી જીવવાનુ પસંદ કરે છે.

એક ફિલ્મના લે છે 70 કરોડ રૂપિયા

એક ફિલ્મના લે છે 70 કરોડ રૂપિયા

બૉલિવુડ હંગામાના રિપોર્ટ અનુસાર અક્ષય કુમાર એક ફિલ્મ માટે લગભગ 60થી 70 કરોડ રૂપિયા લે છે. તમને જણાવી દઈએ કે ફિલ્મો સિવાય અક્ષય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. તે એક જાહેરાત કરવા માટે લગભગ 7થી 8 કરોડ રૂપિયા લે છે. મુંબઈમાં જુહુ બીચ પાસે અક્ષય કુમારનો આલીશાન બંગલો છે. રિતિક રોશન પણ તેના ઘરની નજીક જ રહે છે. અક્ષય કુમારે મુંબઈ અને દેશના ઘણા ભાગોમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ખરીદી છે.

રૉયલ ગાડીઓનો શોખીન છે અક્ષય

રૉયલ ગાડીઓનો શોખીન છે અક્ષય

અક્ષય કુમાર મોંઘા અને રોયલ વાહનોનો પણ શોખીન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અક્ષય કુમાર પાસે 11 લક્ઝરી વાહનો છે જેની કિંમત કરોડોમાં છે. તેમની પાસે મર્સિડીઝ બેન્ઝ, બેન્ટલી, હોન્ડા સીઆરવી, પૉર્શ, રૉલ્સ રૉયસ જેવા વાહનો છે. અક્ષય કુમાર પાસે પણ બાઈકનુ શાનદાર કલેક્શન છે. તેની ગેરેજમાં રૉયલ એનફિલ્ડ, સુઝુકી, હોન્ડા, યામાહા જેવી બ્રાન્ડની બાઇક પણ છે.

અક્ષય કુમારે ભર્યો છે સૌથી વધુ ટેક્સ

અક્ષય કુમારે ભર્યો છે સૌથી વધુ ટેક્સ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અક્ષય કુમારે આ વખતે બૉલિવુડમાં સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા પાંચ વર્ષથી અક્ષય કુમાર હાઈએસ્ટ ટેક્સપેયર છે, જો કે તેણે કેટલો ટેક્સ ભર્યો છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ તેને સૌથી વધુ ટેક્સ ચૂકવવા બદલ આવકવેરા વિભાગ દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યુ છે. .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X