આ શુક્રવારે જોવા મળશે અક્ષય કુમારનો એક નવો લૂક, કારણ?

આ શુક્રવારે એટલે કે 29 જુલાઈએ વરુણ ધવન અને જ્હોન અબ્રાહમની ફિલ્મ ઢીશૂમ રિલીઝ થઇ રહી છે. રોહિત ધવનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર એક કેમિયો કરી રહ્યા છે. આ વાત તો ફેન્સ ને ખબર જ હશે. પરંતુ હવે અક્ષય કુમારનો ધમાકેદાર લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

અક્ષય કુમાર ભાગ્યે જ આવા લૂકમાં પહેલા જોવા મળ્યા હોય. આ ફિલ્મમાં અક્ષય કુમાર હિપ્પી લૂકમાં જોવા મળ્યા છે. જે તેમના પાર ઘણો સૂટ પણ કરી રહ્યો છે. ઢીશૂમમાં અક્ષય કુમાર સાથે નરગીસ ફખરી અને પરિણીતી ચોપરાએ પણ કેમિયો કર્યો છે.

akshay kumar

અક્ષય અને જ્હોનની કોમેડી પહેલા પણ આપણે ગરમ મસાલા, દેશી બોય્સ અને હાઉસફુલ 2માં જોઈ ચુક્યા છે. ફેન્સને બંનેને સાથે જોવાનું પસંદ પણ પડ્યું છે. પરંતુ ફિલ્મ ઢીશૂમમાં અક્ષય કુમારનો રોલ શુ છે તે વિષે કોઈ જ માહિતી મળી નથી.

આ વાતમાં કોઈ જ શંકા નથી કે ફેન્સ અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમની જોડીને ફરીથી એક સાથે જોવા માટે ખુબ જ આતુર છે. ખાસ કરીને અક્ષય કુમારના આ લૂક પછી તો આતુરતા ખુબ જ વધી ગઈ હશે.

akshay kumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X