#AkkiPunch : આ લોકો 200 દિવસ સુધી 1 ફિલ્મની શૂટિંગમાં શું કરે છે?

અક્ષય કુમાર જયારે પણ બોલે છે બધાની જ બોલતી બંધ કરી દે છે અને એવું જ થયું છે. હાલમાં જ એક રીપોર્ટરે તેમને પૂછ્યું કે તેઓ વર્ષમાં 3 થી 4 ફિલ્મો કઈ રીતે કરી લે છે. અક્ષય કુમારે જે જવાબ આપ્યો તેને શાહરૂખ, સલમાન, આમીરથી લઈને રિતિક બધાને જ ધોઈ નાખ્યા.

અક્ષય કુમારે સીધો સાધો જવાબ આપ્યો કે તેમાં કોઈ જ રોકેટ સાયન્સ નથી. હું રોજ 8 કલાકની શિફ્ટ કરું છુ અને બાકીના લોકો પણ કરે છે એટલે ફિલ્મ 50 થી 60 દિવસમાં પૂરી થઇ જાય છે. બધા એટલી જ મેહનતથી આ 70 દિવસ માટે ફિલ્મ સાથે જોડાઈ જાય છે.

અક્ષય કુમાર નો જવાબ તેના પછી વધારે રોચક બની ગયો જયારે તેને કહ્યું કે તેમને ખબર નથી પડતી કે લોકો 200-300 દિવસ લઈને ફિલ્મમાં બનાવે છે શું? આખરે માણસ કેટલી શૂટિંગ કરશે. કોઈ પણ ફિલ્મ 30 થી 40 દિવસ કરતા વધારે નથી હોતી. કોઈ પણ ફિલ્મને બનાવવા માટે વધારે માં વધારે 70 દિવસ જ લાગે છે.

જુઓ બોલિવૂડ ની એવી ફિલ્મો જેને બનાવવામાં 200 થી 300 દિવસ જેટલો સમય લાગી ગયો અને કેટલીક તો હજુ પણ બની રહી છે..

દિલવાલે

દિલવાલે

દિલવાલે ની શૂટિંગ ને રોહિત શેટ્ટી એ એટલી બધી ખેચી નાખી કે રીલીઝ ના 2 અઠવાડિયા પહેલા પણ તેનું શૂટિંગ ચાલતું હતું.

પ્રેમ રતન ધન પાયો

પ્રેમ રતન ધન પાયો

આ ફિલ્મની શૂટિંગ 200 દિવસ સુધી ચાલી હતી.

સુલતાન

સુલતાન

જ્યારથી પ્રેમ રતન ધન પાયો નું શૂટિંગ પત્યું છે ત્યારથી સુલતાન નું શૂટિંગ ચાલુ છે જે હજુ સુધી પત્યું જ નથી.

જગ્ગા જાસૂસ

જગ્ગા જાસૂસ

આ ફિલ્મનું શૂટિંગ 1 વર્ષ થી ચાલુ છે અને હજુ સુધી ફિલ્મ 40% પણ બની નથી.

ઉડતા પંજાબ

ઉડતા પંજાબ

આ ફિલ્મ ગયા વર્ષે આવવાની હતી.

એમ એમ ધોની

એમ એમ ધોની

નીરજ પાંડે આ ફિલ્મને ગયા વર્ષે લાવવાના હતા પરંતુ હજુ સુધી આ ફિલ્મ બની જ નથી.

દંગલ

દંગલ

આમીર ખાન છેલ્લા 2 વર્ષથી દંગલ બનાવી રહ્યા છે.

મોહેંજોદડો

મોહેંજોદડો

રિતિક રોશન છેલ્લા દોઢ વર્ષથી આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. પરંતુ ફિલ્મ હજુ સુધી બની નથી.

રઈસ

રઈસ

છેલ્લા ઘણા સમય થી શાહરૂખ ખાન કહી રહ્યા છે કે બસ થોડું જ કામ બાકી છે પરંતુ ફિલ્મ હજુ સુધી આવી જ નથી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X