રમન્નાની રીમેક : રાઉડી રાઠોડ હવે બનશે ગબ્બર
મુંબઈ, 17 એપ્રિલ : પુનઃ એક વાર એક્શન ફિલ્મનો દોર પરત ફર્યો છે. તેથી જ આજના ટૉપ સ્ટાર્સ એક્શન ફિલ્મોમાં વધુ નજરે પડી રહ્યાં છે. ગત વર્ષની સુપર હિટ ફિલ્મ રાઉડી રાઠોડની સફળતા બાદ જાણીતા નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીએ પુનઃ પોતાની ફિલ્મ માટે અક્ષય કુમારને સાઇન કર્યાં છે.

જાણવા મળતી માહિતી મુજબ એસએલબી પુનઃ એક વાર તેલુગુ ફિલ્મની રીમેક બનાવી રહ્યાં છે કે જેના માટે તેમણે અક્ષયને સાઇન કર્યાં છે.
કહે છે કે તેલુગુની હિટ ફિલ્મ રમન્નાની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યાં છે સંજય લીલા ભાનુશાળી. તેનું હિન્દીમાં નામ ગબ્બર અપાયુ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે અક્ષય કુમારને લેવામાં આવ્યું છે.
રમન્ના ફિલ્મના દિગ્દર્શકો કૃષ તથા શબીના ખાન સાથે મળી સંજય લીલા ભાનુશાળી હિન્દી વર્ઝન ગબ્બરનું દિગ્દર્શન કરશે. શબીના ખાને એસએલબી તથા અક્ષય કુમાર સાથે રાઉડી રાઠોડ ફિલ્મમાં પાણ કામ કર્યુ હતું. રાઉડી રાઠોડે ગત વર્ષે સો કરોડની કમાણી કરી હતી.












Click it and Unblock the Notifications
