અક્ષય કુમારની માતાની હાલત ગંભીર થતા ICU વોર્ડમાં દાખલ કરાયા

બોલિવૂડ અભિનેતા અને ખીલાડી તરીકે ઓળખાતા અક્ષય કુમારના માતા અરુણા ભાટિયાની તબિયત નાદુરસ્ત છે. જેમની હાલત હાલ ગંભીર હોવાના અહેવાલ સામે આવ્યા છે. અરુણા મુંબઈની એક ખાનગી હોસ્પિટલના ICu વોર્ડમાં દાખલ છે.

મુંબઈ : બોલિવૂડ અભિનેતા અને ખીલાડી તરીકે ઓળખાતા અક્ષય કુમારના માતા અરુણા ભાટિયાની તબિયત નાદુરસ્ત છે. જેમની હાલત હાલ ગંભીર હોવાના અહેવાલ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમારની માતા અરુણા મુંબઈની એક ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર મુંબઇ પરત ફર્યા

અક્ષય કુમારને આ વિશે ખબર પડી, ત્યારે તેમને બ્રિટનમાં હતા. અક્ષય કુમાર સોમવારની વહેલી સવારે તેમની બીમાર માતા અરુણા ભાટિયાને જોવા માટે યુકેથી મુંબઈ પરત ફર્યા છે. અક્ષય કુમારની માતા થોડા દિવસોથી અસ્વસ્થ છે અને મુંબઈની હિરાનંદાની હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ છે.

યુકેમાં પોતાની ફિલ્મ સિન્ડ્રેલાનું શૂટિંગ કરી રહ્યા હતા અક્ષય કુમાર

અક્ષય કુમાર તેની માતા સાથે ખૂબ જ જોડાયેલા છે. બંને વચ્ચેનું બોન્ડિંગ પણ ખૂબ ઉંચું છે. તેથી જેવી અક્ષયને આ વાતની ખબર પડી ત્યારે તે તાત્કાલિક પરત મુંબઇ આવી ગયા હતા. રિપોર્ટ અનુસાર અક્ષયના માતાની તબિયત સારી ન થાય ત્યાં સુધી અભિનેતા અહીં તેમની સાથે જ રહેશે. અક્ષય કુમાર છેલ્લા કેટલાક અઠવાડિયાથી યુકેમાં પોતાની ફિલ્મ સિન્ડ્રેલાનું શૂટિંગ કરી રહ્યા હતા.

વ્યક્તિગત સમસ્યા વચ્ચે પણ કામ ચાલુ રહેવું જોઈએ - અક્ષય કુમાર

અક્ષય કુમારે તેમની ફિલ્મના નિર્દેશકને પૂછ્યું છે કે, જ્યાં સુધી તેમને ભારતમાં છે, ત્યાં સુધી ફિલ્મના એવા શીન શૂટ કરી લેવા જોઈએ, જેમાં અક્ષય કુમારની જરૂર નથી. અક્ષય કુમાર સાથે કામ કરનારાઓએ કહ્યું છે કે, તેમને હંમેશા માનતા આવ્યા છે કે, વ્યક્તિગત સમસ્યા વચ્ચે પણ કામ ચાલુ રહેવું જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X